સ્ટ્રોબિક કમ્પ્લીટ એક અસરકારક ફૂગનાશક દવા છે, જે ડબલ એક્શનથી વિવિધ પ્રકારના ફૂગજન્ય રોગો સામે લાંબા સમય સુધી રક્ષણ આપે છે.
આ દવા છોડનો તણાવ ઘટાડે છે, છોડને લીલોછમ રાખે છે અને પાકની ગુણવત્તા સુધારે છે.
આ કોન્ટેક્ટ અને સિસ્ટેમિક એમ બંને પ્રકારે કામ કરીને ફૂગજન્ય રોગોનું ઝડપી નિયંત્રણ કરે છે.
જે રોગના જીવાણુને વધતા રોકે(QOI action) તથા ફૂગની કોષદીવાલ તોડીને નાશ કરે છે.તથા ફૂગના નવા બીજાણુ (spores) બનતા રોકે છે.
પાનની એક બાજુ છંટકાવ કરવાથી દવાની બીજી બાજુ પણ અસર કરે છે.
લાભો
1. સ્ટ્રોબિક કમ્પ્લીટ દવા દ્રાક્ષ, બટાકા અને કાકડીના પાકમાં તળછારો અને સુકારા (Blight) જેવા ફૂગજન્ય રોગોનું અસરકારક નિયંત્રણ કરે છે.
2. આ દવા છોડને વધુ લીલાછમ બનાવે છે અને શાખાઓ તથા ફૂલ-ફાલ વધારવામાં મદદ કરે છે.
3. વિવિધ પરિસ્થિતિમાં પાકની ગુણવત્તા અને ઉપજ સુધારે છે.
4. રોગ આવ્યા પહેલા(Preventive),રોગ આવ્યા પછી(curative)તથા ફૂગના બીજાણુને ફેલાતા અટકાવે (antisporulant) જેવા ગુણધર્મો હોવાથી લાંબા સમય સુધી રક્ષણ આપે છે.
5. છોડનો તણાવ ઘટાડે છે, રક્ષણાત્મક શક્તિ (defense) વધારે છે અને છોડને મજબૂત બનાવે છે
પ્રમાણ
છંટકાવ:૫૦૦-૬૦૦ gm / acre
લાગુ પડતા પાકો
દ્રાક્ષ - તળછારો: 600 ગ્રામ/એકર (83.4 ગ્રામ એ.આઈ.) 300-400 લિટર પાણીમાં મિશ્રણ કરીને ઉપયોગ કરવો, PHI સાથે 34 દિવસ; બટાકા - પાછોતરો સુકારો: 500 ગ્રામ/એકર (73.5 ગ્રામ એ.આઈ.) 200 લિટર પાણીમાં મિશ્રણ કરીને ઉપયોગ કરવો, PHI સાથે 26 દિવસ; કાકડી - તળછારો : 600 ગ્રામ/એકર (83.4 ગ્રામ એ.આઈ.) 200 લિટર પાણીમાં મિશ્રણ કરીને ઉપયોગ કરવો, PHI સાથે 10 દિવસ.
નોંધ:-
આ દવા સામાન્ય રીતે અન્ય દવાઓ જેવીકે જંતુનાશક, પાક પોષણ અને અન્ય ફૂગનાશક સાથે મિશ્રણમાં ઉપયોગ કરી શકાય છે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્સ લેબલ્સ અને સાથેના લીફલેટનો સંદર્ભ લો.