સલ્ફર મેક્સ એ 90% સલ્ફર ખાતર છે. તે ગ્રીન પ્રો ટેક્નોલોજીથી સમૃદ્ધ છે જેથી જમીનમાં પૂંખી શકાય તેવું ખાતર છે
પ્રમાણ
રોકડીયા પાક અને શાકભાજી માટે: એકર દીઠ 3 કિ.ગ્રા
શેરડી અને લાંબા ગાળાના પાક માટે : એકર દીઠ 6 કિ.ગ્રા અને પૂર્તિ ખાતર માટે એકર દીઠ 6 કિ.ગ્રા
વાપરવાની પદ્ધતિ
પુંખીને/ પાયામાં
પરિણામકારકતા
1. સલ્ફર મેક્સ અન્ય સુક્ષ્મ પોષક તત્વો લેવામાં અને છોડનો સંપૂર્ણ વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
2. તે પ્રોટીન અને એમિનો એસિડ બનાવવામાં મદદ કરે છે જે છોડમાં હરિતદ્રવ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.
3. તેલીબિયાં પાકોમાં તેલનું પ્રમાણ અને કઠોળ તથા અન્ય પાકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે.
4. તે રોગ જીવાત સામે પાક ને રક્ષણ આપે છે.
5. તે પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં વધારો કરે છે.
6. તે તેલ ની ટકાવારી વધારે છે અને છોડના વિકાસમાં મદદ કરે છે.
7. તે જમીનની pH ઘટાડવામાં મદદ કરે છે.
8. તે કઠોળ વર્ગના પાકમાં મૂળ ગંડીકામાં વધારો કરે છે.
સુસંગતતા
દરેક બધા પાકમાં ખાતર સાથે મિક્ષ કરીને પુંખીને આપી શકો છો.
પુનઃ વપરાશ
જીવાત ના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
તમામ પાકો, મુખ્યત્વે તેલીબિયાં, ફળો, શાકભાજી.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.