AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

વીડલિફ્ટ 50 ઇસી (પ્રેટિલાક્લોર 50% ઇસી) – 1 લીટર

₹899₹980
( 8% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
પ્રેટિલાક્લોર 50% ઇસી (ઇમલ્સિફાયેબલ કોન્સન્ટ્રેટ)
રાસાયણિક જૂથ
ક્લોરોએસેટામાઇડ
HRAC જૂથ
15 (પૂર્વમાં ગ્રુપ K3)
વિશેષ માહિતી
વીડલિફ્ટ 50 EC એક સેલેક્ટિવ પ્રી‑ઇમર્જન્સ નિંદામણનાશક દવા છે. તેનો ઉપયોગ ડાંગરની ફેરરોપણી પછી કરવામાં આવે છે. ધરુંની ફેરરોપણીના 0 થી 3 દિવસમાં ઉપયોગ કરવાથી વાર્ષિક, સાંકડી પાંદડીઓ, સાંકડા અને નિંદામણને નિયત્રણ કરે છે. પ્રેટિલાક્લોર જે નિંદામણના અંકુરણના શરૂઆતના ભાગોમાં ( જેમકે કોલિયોપટાઇલ, મેસોકોટાઇલ અને હાઈપોકોટાઇલ) પ્રવેશ કરે છેઅને થોડી માત્રામાં મૂળ દ્વારા પણ શોષાય છે.દવા છોડમાં ઉપર તરફ ફેલાય છે. આ દવા પાણી ભરેલા ખેતરમાં માટી અને પાણીની સપાટી વચ્ચે એક પાતળી પડ બનાવી દે છે. જ્યારે નિંદામણના બીજ અંકુરિત થઈને ઉપર આવવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રેટિલાક્લોર તેમના અંદર પ્રવેશીને તેમનો વૃદ્ધિ વિકાસ અટકાવે છે. આ કારણે નિંદામણ જમીનની બહાર આવતાં પહેલાં જ નાશ પામે છે.
કાર્ય કરવાની રીત
પ્રેટિલાક્લોર નિંદામણમાં ખાસ એન્ઝાઇમ્સ (elongase) પર અસર કરીને ખૂબ લાંબી ચેઇનવાળા ફેટી એસિડ (VLCFA) બનવાની પ્રક્રિયા અટકાવે છે.આ તત્વો છોડની કોષ દિવાલ અને સામાન્ય વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી હોય છે. સરળ ભાષામાં કહીએ તો, આ દવા નિંદામણમાં જરૂરી તત્વો બનવાનું જ બંધ કરી દે છે, જેના કારણે નિંદામણની વૃદ્ધિ અટકી જાય છે. જ્યારે VLCFA બનવાનું બંધ થાય છે ત્યારે: નવા બનતા કોષોના બહારનું આવરણ સારી રીતે બની શકતું નથી અને કોષો નબળા પડી જાય છે. છોડની વૃદ્ધિ અને કોષોનું વિભાજન બંધ થઈ જાય છે. અંકુરણ થતા નિંદામણ જમીનની બહાર આવી શકતા નથી અને પહેલા જ નાશ પામી જાય છે. ખાસ કરીને અંકુરણ થતા નિંદામણ (કોલિયોપટાઇલ) પર વધુ અસર થાય છે.તેથી દવાનું સમયસર ઉપયોગ કરવું ખૂબ જ જરૂરી છે.
પ્રોડક્ટ ની ખાસિયત
૧- નિંદામણ પર વ્યાપક નિયંત્રણ:- વાર્ષિક, સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણનું અસરકારક નિયત્રણ કરે છે. ૨- પ્રી‑ઇમર્જન્સ નિંદામણનાશક :- નિંદામણનું ઉગતા પહેલાં જ અસરકારક નિયંત્રણ ૩- લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ: જમીનની સપાટી પર બનેલું દવાનું પડ જે 25–30 દિવસ સુધી નિંદામણને નિયંત્રિત રાખે છે. જેના કારણે વારંવાર નિંદામણ કરવાની અથવા બીજી વખત દવા છંટકાવ કરવાની જરૂરિયાત ઘણી ઓછી થઈ જાય છે. ૪- પાક માટે સુરક્ષિત: ડાંગરના પાક માટે સલામત છે. તથા યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી પાકને નુકશાન થતું નથી ૫- સુરક્ષિત ઉપયોગ :- આ ગ્રીન શ્રેણીની દવા છે,જેમાં ઝેરિલાપણું ઓછું હોય છે, તેથી તેનો ઉપયોગ કરવો પ્રમાણમાં વધુ સુરક્ષિત છે. ૬- આ દવાને પાણી ભરેલા ખેતરમાં છંટકાવ ઉપયોગ કરી શકાય છે.
લાગુ પડતા પાકો
ફેરરોપણી કરેલ ડાંગરના પાક માટે રજીસ્ટર્ડ છે.
પ્રમાણ
૫૦૦ મિલી/એકર (છંટકાવ)
પરિણામકારકતા
બંટ, સામો, ભૂમશી,ધૂસડો,ડીડીયુ,ચીઢો,ફીમ્બ્રીસ્ટાયલીસ,ભાંગરો,મોનોચોરીયા
સુસંગતતા
આ દવાને અન્ય કોઈ નિંદામણનાશક, ફૂગનાશક અથવા જંતુનાશક દવા સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવો નહિ. વીડલિફ્ટ 50 EC નો ઉપયોગ હંમેશા એકલો જ કરવો.
પુનઃ વપરાશ
નિંદામણ ઉગે તે પહેલા, ફેરરોપણીના 0-3 દિવસમાં છંટકાવ કરવો,
વાપરવાની પદ્ધતિ
1.પાણીનું યોગ્ય વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે: દવા નાખતી વખતે ખેતરમાં 2–3 સેમી પાણી હોવું જોઈએ.દવા પાણીમાં ફેલાઈને જમીનની સપાટી પર એક પડ બનાવે છે.સૂકા અથવા તિરાડવાળા ખેતરમાં તેની અસર ઓછી થાય છે. 2. દવાનો ઉપયોગ કર્યાં પછી 2–3 દિવસ સુધી પાણી બહાર ન કાઢવું. જો પાણી વહેલું કાઢી દેવાય, તો દવાનું પડ સારી રીતે બનતું નથી અને દવાની અસર ઓછી થઇ થાય છે. 3. ફેરરોપણીના 0–3 દિવસની અંદર જ ઉપયોગ કરો:- આ દવા અંકુરણ થતા નિંદામણ પર અસર કરે છે.જો નિંદામણ ૨-૩ પાનની અવસ્થાથી આગળ વધી જાય તો દવા યોગ્ય રીતે કામ નહિ કરે. 4. એક સરખો છંટકાવ કરો:- છંટકાવ કરો અથવા રેતી સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરો, દવા આખા ખેતરમાં સમાન રીતે ફેલાય તે જરૂરી છે.નહીંતર કેટલીક જગ્યાએ નિંદામણનું નિયંત્રણ થશે નહિ. 5. ધુમ્મસ અથવા વધુ પવન સમયે છંટકાવ ટાળો:આવા સમયમાં દવા ખેતરમાં અસમાન રીતે પડવાની શક્યતા વધી જાય છે.જેના કારણે દવાની અસર ઓછી થઈ શકે છે. 6. સુરક્ષા રાખો: દવાના ઉપયોગ સમયે હાથમોજાં અને માસ્ક પહેરો. કામ પૂરૂં થયા પછી હાથ અને શરીર સારી રીતે ધોઈ નાખવા.ભૂલથી દવા શરીરમાં જાય તો ખાસ કોઈ ચોક્કસ સારવાર નથી, તેથી લક્ષણ મુજબ સારવાર કરાવો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્ લેબલ્સ અને લિફલેટ્સ સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-282127/2023-Pretilachlor (EC) (445)-997
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise