આ ખાતર સંપૂર્ણપણે પાણીમાં દ્રાવ્ય ખાતર છે, જેમાં ઊંચ શુદ્ધતાવાળા ફોસ્ફોરસ (P), પોટેશિયમ (K), લોહ (Fe) અને જરૂરી સૂક્ષ્મ તત્વોનો સમાવેશ થાય છે. તે છોડના વૃદ્ધિ અને વિકાસમાં વધારો કરી ઉત્પાદનમાં અને ગુણવત્તામાં વધારો કરે છે.
લાભો
● આ સંતુલિત પાક પોષણ હરિતદ્રવ્યની રચનામાં વધારો કરી પ્રકાશસંશ્લેષણ ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
● પોટેશિયમ પ્રોટીન સંશ્લેષણ અને એન્ઝાઇમ પ્રવૃત્તિઓમાં મદદરૂપ થાય છે, જે કોષવીભાજન અને વિસ્તરણ માટે મહત્વપૂર્ણ છે.
● આયર્ન ઇલેક્ટ્રોન પરિવહન સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવે છે,
● તે છોડમાં વૃદ્ધિ-વિકાસ સાથે સાથે ફૂલ લાવવામાં તથા ફળના સેટિંગમાં વધારો કરે છે.
વિશેષતાઓ
● 100% પાણીમાં દ્રાવ્ય, છોડમાં ઝડપી પોષક તત્ત્વોની ઉપલબ્ધતા કરે છે અને અદ્રાવ્ય અવશેષોને અટકાવે છે.
● ભારે ધાતુઓથી મુક્ત, જે પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવ્યા વિના સલામત ઉપયોગી ખાતર છે.
● આયર્ન ક્લોરોફિલ જૈવસંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે, જે પાંદડાની ક્લોરોસિસ ઘટાડે છે અને પ્રકાશસંશ્લેષણને વધારે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
જમીનમાં
પ્રમાણ
છંટકાવ:
3-5 ગ્રામ પ્રતિ લિટર પાણી પ્રમાણે
પોષકતત્વોના અસરકારક શોષણ માટે સંપૂર્ણ છોડ કવર થાય તે રીતે સ્પ્રે કરવો.
જમીનમાં (ડ્રિપ/ટુંવા):
મૂળના સારા વિકાસ માટે 2.5-5 કિલો પ્રતિ એકર ટપક અથવા ટુંવા દ્વારા આપી શકાય
લાગુ પડતા પાકો
બધા પાક
ખાસ નોંધ
1- યોગ્ય વપરાશ માટે, માટી પરીક્ષણ વિશ્લેષણને અનુસરો અથવા વૈવિધ્યપૂર્ણ ભલામણો માટે કૃષિ નિષ્ણાંતની સલાહ લો.
2- ભૌતિક સુસંગતતાની પુષ્ટિ કરવા માટે અન્ય કૃષિ રસાયણો સાથે મિશ્રણ કરતા પહેલા જાર પરીક્ષણ કરો.