પ્લાન્ટીજન બોઝિક એક ઉચ્ચ ગુણવત્તાવાળું સસ્પેન્શન ખાતર છે, જેમાં ચીલેટેડ ઝીંક છે.તેનું અદ્યતન વોટર-બેઝ્ડ ફોર્મ્યુલેશન સંપૂર્ણપણે ક્લોરાઇડ અને નાઇટ્રેટ મુક્ત છે, અને તે દરેક પ્રકારના તાપમાનમાં સ્થિર રહે છે. આ કારણે તે છોડને સમાન રીતે પોષક તત્વો પૂરાં પાડે છે અને પાન દ્વારા ઝડપી રીતે શોષાઈ છે.આમાં રહેલા મહત્વપૂર્ણ સૂક્ષ્મ પોષક તત્વો છોડમાં મૂળના વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવે છે, પોષક તત્વોના ઉપયોગને વધુ અસરકારક બનાવે છે અને ક્લોરોફિલ બનવાની પ્રક્રિયા વધારે છે. જેથી છોડ વધુ તંદુરસ્ત અને ઝડપી વૃદ્ધિ વિકાસ ધરાવતા અને લીલાછમ બને છે. જેના કારણે ઉપજ અને ગુણવત્તા બંનેમાં સુધારો થાય છે.
લાભો
પાન દ્વારા ઝડપી શોષણ - આ વોટર-બેઝ્ડ ફોર્મ્યુલેશન તથા સંપૂર્ણપણે ક્લોરાઇડ અને નાઈટ્રેટ-મુક્ત છે. જે પોષકતત્વોના અવશોષણમાં વધારો કરી અને સંપૂર્ણ છોડમાં ફેલાવો કરે છે.
મૂળ અને થડનો મજબૂત વિકાસ - તેમાં રહેલ ચેલેટેડ ઝિંક-ગ્લાયસીન છોડના મૂળ બનાવવાની પ્રક્રિયાને સક્રિય કરે છે અને ઝડપી વિકાસમાં મદદ કરે છે
વધુ પ્રકાશ સંશ્લેષણ અને વૃદ્ધિ વિકાસ -તે ક્લોરોફિલ બનાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે, જેના કારણે પ્રકાશ સંશ્લેષણ વધારે થાય છે જેથી છોડ વધુ લીલાછમ અને મજબૂત બને છે.
તણાવ સહન કરવાની ક્ષમતા માં વધારો – તે છોડને ગરમી, દુષ્કાળ અને ક્ષારતા જેવા પર્યાવરણીય તણાવો સામે સુરક્ષિત રાખવામાં મદદ કરે છે તથા રોપણી પછી લાગતા ઝટકાને પણ ઘટાડે છે.
પોષકતત્વોના કાર્યક્ષમ ઉપયોગમાં વધારો – તે છોડમાં મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્ત્વોના સંતુલિત શોષણ અને ઉપયોગને વધારે છે.
ઉચ્ચ ઉપજ અને ઉત્તમ ગુણવત્તા- તે છોડના ફળના વિકાસમાં મદદરૂપ થાય છે, જેના પરિણામે ઉચ્ચ ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન મળે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ, ડ્રીપ, ડ્રેન્ચિંગ
સુસંગતતા
ખાતર સાથે સુસંગત
પ્રમાણ
છંટકાવ :- 1.25-1.5 મિલી/પ્રતિ લિટર, ટપક અને ડ્રેન્ચિંગ માટે ૧૦૦૦ મિલી પ્રતિ એકર.
લાગુ પડતા પાકો
બધા પાકો, ખાસ કરીને ફળ, શાકભાજી પાકો
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.