લીમડાના તેલ આધારિત ઇસી, જેમાં 0.03% (300 PPM) એઝાડિરેક્ટિન હોય છે
કાર્ય કરવાની રીત
નીમલી 300 PPM એ લીમડાના તેલ આધારિત જંતુનાશક દવા છે, જેમાં 0.03% એઝાડિરેક્ટિન હોય છે. તે જીવાતોને પાકમાં નુકશાન કરતા અટકાવે છે,જીવાતોની સંખ્યા વધતી અટકાવવામાં મદદ કરે છે, જેથી જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
લાભો
નીમલી 300 PPM લીમડાના તેલમાંથી બનાવેલું વનસ્પતિજન્ય જંતુનાશક છે, જે પાકમાં નુકશાન કરતી મુખ્ય જીવાતોના નિયંત્રણમાં અસરકારક છે.
તે મધમાખી અને અન્ય લાભદાયક મિત્ર જીવાતો માટે સુરક્ષિત છે.
જીવાતના ઉપદ્રવથી બચાવ માટે અગાઉથી પણ તેનો ઉપયોગ કરી શકાય છે અને ઉપદ્રવ જોવા મળે ત્યારે રાસાયણિક જંતુનાશક સાથે મિશ્રણ કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
પાન પર સમાન રીતે છંટકાવ કરો. જીવાતના ઉપદ્રવથી બચાવ માટે અથવા ઉપદ્રવની શરૂઆતમાં અન્ય જંતુનાશક સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરી શકાય છે.દવાનું દ્રાવણ પાનની બંને બાજુ સારી રીતે પહોંચે તેવી રીતે છંટકાવ કરવો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્સ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્સ લેબલ્સ અને સાથેના લીફલેટનો સંદર્ભ લો