સંપૂર્ણ ચાર્જ પછી 15 રાઉન્ડ અને પછી દબાણ સતત ઘટશે.
લાન્સનો પ્રકાર
પિત્તળ કનેક્ટર સાથે સ્ટેઈનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક લાન્સ, જેની લંબાઈ 1.5 ફૂટથી 3 ફૂટ બદલી શકાય છે.
નોઝલ
5 પ્રકારની નોઝલ અને નોઝલમાં જામને રોકવા માટે ઇન-લાઇન ફિલ્ટર
સલામતીનો સામાન
હાથ મોજા, માસ્ક અને ચશ્માં સાથે ફ્રી સેફ્ટી કીટ. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
ટ્રિગર પદ્ધતિ
ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર
ઉત્પાદન યુએસપી
આ બેટરી સ્પ્રે પંપ ઉચ્ચ ગ્રેડના ઔદ્યોગિક પ્લાસ્ટિક (પીપી) થી બનેલ છે જે મજબૂત અને ટકાઉ છે. તેમાં 16 લિટર ટાંકીની ક્ષમતા છે. સંપૂર્ણ ચાર્જ પછી 15 રાઉન્ડ અને પછી દબાણ સતત ઘટશે. એગ્રોસ્ટાર પંપ ની સાથે મફત સલામતી કીટ આપે છે જેમાં માસ્ક, ચશ્માં અને હાથ મોજા શામેલ છે. અમે ગ્લેડીએટર પંપ સાથે 5 પ્રકારની નોઝલ અને વધારાના વોશર્સ આપીએ છીએ જેનો ઉપયોગ તમે તમારી પાકની પેટર્ન અને પાકની ઉંચાઈ અનુસાર કરી શકો છો. અમે નિઃશુલ્ક LED બલ્બ પણ આપીએ છીએ જે રાત્રે મદદ કરે છે. અમે પંપ સાથે ઓરિજિનલ ગ્લેડીએટર બેટરી અને ગ્લેડીએટર મોટરનો ઉપયોગ કરીએ છીએ. ગ્લેડીએટર એકસમાન છંટકાવ આપે છે અને રસાયણોનો બિનજરૂરી વપરાશ ટાળે છે. સ્પ્રેઇગ લાન્સ વિથ પિત્તળ કનેક્ટર આવે છે જે તમે 1.5 ફુટથી 3 ફૂટ સુધી લંબાવી શકો છો.
જાળવણી
ચાર્જિંગ કલાકો: 8 કલાક બેટરી બેકઅપ: પૂર્ણ દબાણ સાથે 15 પંપ, પછી દબાણ સતત ઘટવાનું શરૂ થાય છે.
જો પ્રથમ વખત, નળીમાંથી પાણી ન નીકળતું હોય પરંતુ માત્ર હવા જ આવતી હોય, તો નીચેના પગલાં અનુસરો.
1. વોટર આઉટલેટ કેપ ખોલો.
2. આઉટલેટ માટે હોસ પાઇપને સજ્જડ કરો.
3. એર રિમૂવલ ડિવાઇસ ને હોસ પાઇપ સાથે જોડો.
4. અડઘી ટાંકીને સ્વચ્છ પાણીથી ભરો.
5. સ્વીચ ચાલુ કરો.
6. એર રિમૂવલ ડિવાઇસ થી પમ્પ કરો.
7. વિડિઓમાં બતાવ્યા પ્રમાણે, ટ્યુબમાંથી હવા ખેંચો. તેનાથી હવા બહાર નીકળી જશે અને પાણી સામાન્ય રીતે વહેશે.
બેટરી લૂઝ કનેક્શન સમસ્યા
ગ્લેડીએટર પંપ બેટરી લૂઝ કનેક્શનની સમસ્યા માટે નીચેની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પંપ ચાલુ ન થાય ત્યારે, જ્યારે બેટરી ચાર્જ થતી ન હોય ત્યારે, પંપ ચાલુ અને બંધ હોય ત્યારે આપેલા પગલાંને અનુસરો.
1. પંપની પાછળના સ્ક્રૂને ખોલો.
2. પંપની પાછળની બાજુના ગાદીને દૂર કરો.
3. બેટરી નું કવર કેપ ને દૂર કરો.
4. બેટરીને બહાર કાઢો અને તેને યોગ્ય રીતે અંદર તરફ ધકેલો.
5. બતાવ્યા પ્રમાણે બટન ચાલુ કરો.
6. કૃપા કરીને વોલ્ટમીટરમાં લાઇટ તપાસો અને જુઓ કે મોટર ચાલુ છે કે કેમ
ચાર્જિંગ સૂચક
લાલ: ચાર્જ કરતી વખતે, વાદળી: પૂર્ણ ચાર્જ
યુએસપી
ગ્લેડીએટર પંપ માં મોટર 100 PSI ની છે જેની આઉટપુટ ક્ષમતા 4 લિટર પ્રતિ મિનિટ છે.