AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

ક્લાઈમેટ ઇન્શ્યોર (બાયો-પ્રોટેક્ટન્ટ) 500 મિલી

₹1800₹2000
( 10% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
ક્લાઈમેટ ઈન્શ્યોર એ પાકને તણાવ (સ્ટ્રેસ)માંથી બહાર આવવામાં મદદ કરતું ખાસ પ્રોડક્ટ્સ છે. જ્યારે પાકમાં વધુ ગરમી, પાણીની અછત અથવા વધુ પાણી, માવઠું, તાપમાનમાં અચાનક ફેરફાર અથવા ખેતીની કેટલીક કામગીરીને કારણે પાક પર તણાવ આવે ત્યારે તેનો ઉપયોગ કરો. આ તણાવ આવ્યા પછી ઉપયોગમાં લેવાતું રિકવરી પ્રોડક્ટ્સ છે, જે પાકને ઝડપથી સ્વસ્થ થવામાં અને ફરી સામાન્ય વૃદ્ધિ શરૂ કરવામાં મદદ કરે છે.
હવામાનના તણાવની સૌથી મોટી અસર છોડની ઊર્જા પર પડે છે.
દરેક પાકની સારી વૃદ્ધિ અને વધુ ઉત્પાદન માટે પૂરતી ઊર્જા જરૂરી હોય છે. અનુકૂળ પરિસ્થિતિમાં છોડ પ્રકાશસંશ્લેષણ દ્વારા વધુ ઊર્જા બનાવે છે અને તેનો ઉપયોગ ફૂલ આવવા, ફળ બેસવા અને દાણા ભરાવા માટે કરે છે. પરંતુ વધુ ગરમી, માવઠું, પાણીની અછત અથવા વધુ પાણી, તેમજ તાપમાનમાં અચાનક ફેરફાર જેવા તણાવ (સ્ટ્રેસ) આવે ત્યારે તેની ઊર્જાનો મોટો ભાગ પોતાને બચાવવામાં ખર્ચાય છે. પરિણામે ફૂલ, ફળ અને ઉત્પાદન માટે જરૂરી ઊર્જા ઓછી પડી જાય છે શરૂઆતમાં આ અસર સ્પષ્ટ દેખાતી નથી. છોડ બહારથી લીલો અને સ્વસ્થ દેખાય છે, પરંતુ તેની ઉત્પાદન આપવાની ક્ષમતા ઘટવા લાગે છે.સમયસર પાકને આ તણાવમાંથી બહાર ન લાવવામાં આવે, તો તેની અસર આખી સિઝન દરમિયાન ઉત્પાદન પર પડી શકે છે.
ક્લાઈમેટ ઈન્શ્યોર કેવી રીતે કામ કરે છે?
ક્લાઈમેટ ઈન્શ્યોર પાકને તણાવ (સ્ટ્રેસ)માંથી ઝડપથી બહાર આવવામાં મદદ કરે છે અને છોડની સામાન્ય વૃદ્ધિ ફરી શરૂ કરવામાં સહાયક બને છે. તે નીચે મુજબ પાકની રિકવરીમાં મદદ કરે છે: 1. છોડની કુદરતી રક્ષણ શક્તિ મજબૂત બનાવે છે,જેથી તણાવને કારણે કોષોને થતું નુકસાન ઘટાડવામાં મદદ મળે છે 2.પ્રકાશસંશ્લેષણ (Photosynthesis)ની પ્રક્રિયા ફરીથી સક્રિય કરવામાં મદદ કરે છે,જેથી છોડ ફરીથી સારી રીતે ઊર્જા બનાવી શકે જેનાથી છોડમાં વૃદ્ધિ વિકાસ શરુ થાય. ૩.છોડમાં પાણી અને પોષક તત્ત્વોનું સંતુલન જાળવવામાં મદદ કરે છે,જેથી છોડ ઝડપથી તણાવમાંથી બહાર આવી શકે. ક્લાઈમેટ ઇન્શ્યોર તણાવની અસર ઘટાડીને છોડને ફરીથી સામાન્ય વૃદ્ધિ તરફ લાવવામાં મદદ કરે છે, જેથી તેની નકારાત્મક અસર ઉત્પાદન પર ઓછી પડે છે.
લાભો
1..વધુ ગરમી, દુષ્કાળ, માવઠું અથવા નિંદામણનાશક દવાના તણાવ પછી પાકને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. 2. તણાવના કારણે ધીમી પડેલી પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) અને છોડની સામાન્ય વૃદ્ધિની પ્રક્રિયાને ફરીથી સક્રિય કરવામાં મદદ કરે છે. ૩.છોડની ઊર્જાનો ઉપયોગ ફૂલ, ફળ અને દાણાના સારા વિકાસ કરવામાં મદદ કરે છે. 4. તણાવની અસરથી પાક અને ઉત્પાદનને થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે. 5. પાન દ્વારા ઝડપથી શોષાય છે અને અન્ય ભલામણ કરેલા છંટકાવ સાથે સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
રિકવરીનો યોગ્ય સમય
તણાવ (સ્ટ્રેસ) આવ્યા પછી 48–72 કલાકની અંદર ક્લાઈમેટ ઈન્શ્યોરનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. આ સમયે છોડ સૌથી વધુ નબળો હોય છે, તેથી સમયસર ઉપયોગ કરવાથી છોડ ઝડપથી સ્વસ્થ થઈ ફરી સામાન્ય વૃદ્ધિ શરૂ કરવામાં મદદ મળે છે. જો નિંદામણનાશક દવાની અસરથી તણાવ આવ્યો હોય, તો પહેલાં પાકમાં તેની અસરના લક્ષણો દેખાવા દો. ત્યારબાદ નિંદામણનાશક દવાનો છંટકાવ કર્યા પછી 7–10 દિવસે ક્લાઈમેટ ઈન્શ્યોરનો ઉપયોગ કરો.
પ્રમાણ
મરચીના પાકમાં 750 મિલી પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરો.
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લાઈમેટ ઈન્શ્યોરનો પાન પર છંટકાવ કરો. વધુ ગરમી, દુષ્કાળ, માવઠું અથવા અન્ય કોઈ તણાવ (સ્ટ્રેસ) આવ્યા પછી 48–72 કલાકની અંદર તેનો ઉપયોગ કરવો. પાકમાં તણાવની સ્થિતિ મુજબ આખી સીઝનમાં 2–3 વખત તેનો ઉપયોગ કરી શકાય છે. સારા પરિણામ માટે પાન પર એકસરખો છંટકાવ કરો. વધુ સારા પરિણામ માટે સવારે અથવા સાંજે ઠંડકના સમયે છંટકાવ કરો, જેથી દવા પાન દ્વારા સારી રીતે શોષાઈ શકે.
સુસંગતતા
ક્લાઈમેટ ઈન્શ્યોરનો ઉપયોગ મોટા ભાગના કૃષિ પ્રોડક્ટ્સ સાથે કરી શકાય છે. પ્રથમ વખત કોઈપણ પ્રોડક્ટ્સ સાથે મિશ્રણ કરતા પહેલાં ઓછી માત્રામાં ભેળવી તેની સુસંગતતા જરૂર ચકાસી લો. દવાનું દ્રાવણ તૈયાર કર્યા પછી તે જ દિવસે તેનો ઉપયોગ કરો.બચેલું દ્રાવણ બીજા દિવસ માટે રાખશો નહીં.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise