જો આંબાના ઝાડની ઉંમર 7-15 વર્ષ હોય તો 15 મિલી/ઝાડ પ્રમાણે ઉપયોગ કરવો, જો ઝાડની ઉંમર 16-25 વર્ષ હોય તો 20 મિલી/ઝાડ પ્રમાણે ઉપયોગ કરવો અને જો ઝાડની ઉંમર 25 વર્ષથી વધુ હોય તો 25-40 મિલી/ઝાડ પ્રમાણે ઉપયોગ કરવો. અન્ય પાકો માટે, પાકને કોઈ નુકસાન ન થાય તે માટે ફક્ત CIB/કૃષિશાસ્ત્રીની ભલામણો પ્રમાણે જ ઉપયોગ કરવો.
વાપરવાની પદ્ધતિ
માત્ર પરિપક્વ આંબા (ઓછામાં ઓછી 7 વર્ષ જુના) માટે ભલામણ છે. Paclobutrazol ની જણાવેલ માત્રાને સ્વચ્છ પાણી (5-10 લિટર)માં ઓગાળીને થડથી લગભગ 30 સેમી દૂર 5 થી 10 સેમી ઊંડા ખાડા કરી આપવું. ત્યાર બાદ ખાડા માટીથી ભરી દેવા અથવા દ્ર્ન્ચિંગ પંપ દ્વારા દ્રેન્ચીંગ કરી શકાય.
પરિણામકારકતા
કટાર એ એક સીસ્ટેમીક પાક વૃદ્ધિ નિયામક છે, જે જીબ્રેલીના બાયોસિંથેસિસને અવરોધે છે, જેના કારણે કોષોની લંબાઈ ઘટે છે. આ પાંદડાઓ, થડ અથવા મૂળ દ્વારા શોષણ છે, અને તે સબ-એપિકલ મેરિસ્ટેમ્સને ટાર્ગેટ કરે છે જે આંતરગાંઠોને ટૂંકા કરીને, વધુ વનસ્પતિ વૃદ્ધિને રોકે અને સંકુચિત આકારમાં પાકનો વિકાસ કરાવે છે સાથે સાથે વધુ ફૂલ લાવે છે અને ફળના ખરી જવાની સમસ્યા ઘટાડે છે.
પુનઃ વપરાશ
એક જ વાર જમીનમાં દ્રેન્ચિંગ થી આપવું.
લાગુ પડતા પાકો
કેરી
વિશેષ માહિતી
1 - દવા આપતા સમયે જમીનમાં ભેજ હોવો જરૂરી છે અથવા તો આપ્યા બાદ તરત જ હળવું પિયત આપવું.
2 - જો જમીન રેતાળ હોય તો ઉપયોગની માત્ર ભલામણ કરેલ ડોઝ કરતા 75% ઓછો થઇ શકે છે.
3 - પાક સાથેની સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે કૃપા કરીને પેચ ટેસ્ટ કરો. અમે સક્રિય ઘટકોની ચકાસણી કરીએ છીએ, પરંતુ ભલામણો કરતાં વધુ અથવા ઓછી માત્રામાં ઉપયોગ માટે કોઈ જવાબદારી લઈશું નહીં.
કૃપા કરીને વધુ વિગતો સાથે આવેલ પત્રિકા જુઓ.
ઉપયોગનો યોગ્ય સમય
ફળની લણણી બાદ ઉપયોગ કરવો. જુલાઈ થી ઓક્ટોબર સુધી કોઈપણ સમય ઉપયોગ માટે અનુકૂળ રહેશે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનના સંપૂર્ણ વર્ણન અને ઉપયોગની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.