પ્રાકૃતિક જીવાત રક્ષક: પાંદડા પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે. જે છોડને રસ ચૂસનારી જીવાતોથી સુરક્ષા આપે છે.
અવશેષ ફ્રિ, મહત્તમ સુરક્ષા: કોઈ રાસાયણિક અવશેષ છોડતું નથી, પાકને સાફ અને સલામત રીતે કાપવા યોગ્ય બને છે.
બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણને અનુકૂળ : કુદરતી રીતે તૂટી જાય છે. જે સ્વસ્થ પર્યાવરણ જાળવવામાં ફાળો આપે છે.
ફાયદાકારક જીવોને પ્રોત્સાહન આપે છે: ફલીનીકરણ કરનાર અને મિત્ર કીટકોની વસ્તી વધારવામાં સહાયક.
પાકના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે: પાંદડા સાફ કરે છે, તાણ સામે પ્રતિકારકતા વધારે છે અને છોડના વિકાસને પ્રોત્સાહન આપે છે.
ફિલ્ડ ટ્રાયલ પરિણામો: વિવિધ પાકોમાં અને વિવિઘ વિસ્તારોમાં અસરકારક પરિણામો પ્રાપ્ત થયેલ છે.
પ્રમાણ
3.33 મિલી ઈન્ટરફેક્ટ પ્રતિ લિટર સ્વચ્છ પાણીમાં મિક્સ કરો અને સંપૂર્ણ કવરેજ માટે પાક પર સમાનરૂપે સ્પ્રે કરો અથવા 500 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
લાગુ પડતા પાકો
બધા પાક માટે ઉપયોગી |
વિશેષ માહિતી
ઇન્ટરફેક્ટ માત્ર એક પ્રોડક્ટ નથી – તે આધુનિક ખેતી તરફ એક સ્માર્ટ પગલું છે.
ઇન્ટરફેક્ટ સાથે આપની ખેતીનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનાવો. જે આપના પાકોને કુદરતી રીતે સુરક્ષા આપે છે, અને પાકની તંદુરસ્તીમાં વધારો કરે છે,
ઇન્ટરફેક્ટ એ એક અત્યાધુનિક બાયોપોલિમર છે. જે પાક સંરક્ષણમાં વધારો કરવા માટે વિકસાવવામાં આવ્યું છે જે પાકની સુરક્ષામાં સહયોગ આપે છે અને પાકની રક્ષણામકત શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આ નવિનતમ ફોર્મ્યુલેશનમાં ભેજ જાળવવાની, ફેલાવાની અને જેલ જેવા ગુણધર્મોના કારણે તે છોડના પાન પર એક મજબૂત રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઇન્ટરફેક્ટના છંટકાવ બાદ તે એક કુદરતી અવરોધ તરીકે કાર્ય કરે છે અને પાકને ખાસ કરીને રસ ચૂસનાર જીવાતોથી રક્ષણ આપે છે અને છોડની તંદુરસ્તી જાળવી રાખે છે.
ઇન્ટરફેક્ટને ખાસ બનાવે છે તેનું જીરો રેસિડ્યુ ફોર્મ્યુલેશન, જે ખાતરી આપે છે કે તમારા પાકો પર કોઈ હાનિકારક રાસાયણિક અવશેષ ન રહે. આ ખેડૂતો, વપરાશકર્તા અને પર્યાવરણ માટે એક સુરક્ષિત વિકલ્પ છે. તેની બાયોડિગ્રેડેબલ રચના પાંદડાની સપાટી પર આવરણ બનાવી છોડને ગરમી, દુષ્કાળ જેવી વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિઓથી રક્ષણ આપે છે, તેમજ રસ ચૂસક જીવાંતોના નુકશાનનું જોખમ ઘટાડે છે, જેનાથી તમારા છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. બાગાયતી પાકોમાં પણ ઇન્ટરફેક્ટ લાભદાયક જીવાતો અને મિત્ર કીટકો પર કોઈ નકારાત્મક અસર કરતું નથી, જે કુદરતી જીવાત નિયંત્રણ અને ફલીનીકારણ માટે જરૂરી છે. દાયકાઓના સંશોધન અને ફિલ્ડ ટ્રાયલના અનુભવોના આધારે ખેતીની વિવિધ પરીસ્થીઓમાં પણ તેના અસરકારક વિશ્વાસનીય પરિણામો પ્રાય્ત થયેલ છે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.