છંટકાવ પદ્ધતિ : ફૂલ આવવા અને ફળ સેટિંગ અવસ્થાએ ઝડપી પોષક તત્વો મળી રહે તે માટે 5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં મીક્ષ કરીને છંટકાવ કરવો.
જમીનમાં ઉપયોગ માટે (ડ્રિપ/ટુંવા): ફોસ્ફરસ અને પોટેશિયમની જરૂરીયાતની અવસ્થામાં, ડ્રિપ પદ્ધતિમાં અથવા ડ્રેંચિંગ દ્વારા પ્રતિ એકર પ્રમાણે 15–25 કિલો પ્રમાણે આપવું.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ દ્વારા અથવા જમીનમાં ઉપયોગ માટે (ડ્રિપ/ટુંવા)
સુસંગતતા
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય કૃષિ રાસાયણો સાથે મિક્ષ કરી શકાય છે.( કોઈ પણ રસાયણ સાથે મિક્ષ કરવા માટે પ્રી-મિક્ષિંગ માટે જાર ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે), જે વિવિધ પોષણ પુરા પાડવા માટે અનુકૂળ બનાવે છે.
લાગુ પડતા પાકો
ભલામણ પાકો : ફળો, શાકભાજી, ફૂલો અને સુશોભનિય પાક માટે યોગ્ય છે, ખાસ કરીને ફૂલ આવવા, ફળ સેટિંગ અને બીજ લાગવાની અવસ્થાએ ઉપયોગ કરવો.
પરિણામકારકતા
એગ્રોસ્ટાર NPK 0-60-20 પાણીમાં ઝડપી દ્રાવ્ય ખાતર છે, જે છોડને જરૂરી ફોસ્ફોરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. ખાસ કરીને ફૂલ આવવાની, ફળ લાગવાની અને બીજ બનવાની જેવી મહત્વપૂર્ણ અવસ્થાઓમાં આ ખાતરનો ઉપયોગ ખાસ ફાયદાકારક છે. આ ખાતરની ઍસિડિક પ્રકૃતિ પોષક તત્વોના અવશોષણમાં વધારો કરે છે, અને ડ્રીપમાં થતા બ્લોકેજનું જોખમ ઘટાડે છે. તેમજ ખાતરની અસરકારકતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. પાણીમાં ઝડપી ઓગળવાની ક્ષમતા (20°C પર 670 ગ્રામ/લીટર) છોડની તાત્કાલિક પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પોષક તત્વો સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. ફૂલ અને ફળની વધારે જરૂરિયાત ધરાવતી અવસ્થાઓમાં આ ખાતર ત્વરિત પરિણામો માટે ઉપયોગી સાબિત થાય છે.
વિશેષ માહિતી
ફૂલ લાવાવમાં , બીજ ઉત્પાદનને વધારવામાં પ્રોત્સાહન આપે છે, તેમજ ઝડપી અને એક સમાન ફળ પકવવામાં મદદરૂપ થાય છે, જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. અને ફળની ગુણવતા જળવાય રહે છે.
➔ ફળોના આકાર, વજન, રંગ અને શેલ્ફ લાઇફ વધારે છે, જેના પરિણામે શ્રેષ્ઠ ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
➔ દુષ્કાળ, ગરમી અને રોગો જેવા અજૈવિક તાણો માટે છોડની સહનશીલતા વધારશે, જેનાથી છોડની તણાવ સહનશક્તિમાં વધારો થાય છે.
➔ તેના એસિડિક ગુણધર્મો ડ્રીપમાં થતા બ્લોકેજનું જોખમ ઘટાડે છે. અને ડ્રિપલાઇન સ્વચ્છ જાળવે છે, જેથી તેની કાર્યક્ષમતા વધે છે.
➔ ફોસ્ફરસની ઉણપને ઝડપથી દૂર કરે છે, છોડનો વિકાસ સુધારે છે અને ઉપજમાં વધારો કરે છે.
➔ સંપૂર્ણ રીતે પાણીમાં દ્રાવ્ય હોવાથી છંટકાવ અને જમીનમાં(ડ્રિપ અથવા ડ્રેંચિંગ) બંનેમાં ઉપયોગ માટે યોગ્ય છે, જે પોષક તત્વોને ઝડપથી શોષણ કરવામાં અને છોડના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે.
➔ જમીનમાં ક્ષાર ઉત્પાદન થવાના જોખમને ઘટાડે છે, ખાસ કરીને સંવેદનશીલ જમીનના પ્રકારોમાં.
ખાસ નોંધ
1 ચોક્કસ ઉપયોગ માટે, જમીન ચકાસણી કરવો અથવા વૈવિધ્યપૂર્ણ ભલામણો માટે કૃષિ વિજ્ઞાન સહાયકની સલાહ લો.
2 ભૌતિક સુસંગતતાની પુષ્ટિ કરવા માટે અન્ય કૃષિ રસાયણો સાથે મિશ્રણ કરતા પહેલા હંમેશા જાર પરીક્ષણ કરો.