1- છંટકાવ : 1 લિટર પાણીમાં 2-5 ગ્રામ ભેળવી આખા છોડ ઉપર સમાન રીતે છંટકાવ કરવો.
2- જમીનમાં આપવું(ડ્રિપ /ટુંવા): ડ્રિપ અથવા ટુંવા દ્વારા 2.5-3 કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપવું, જેથી અસરકારક રીતે મૂળ શોષણ થઇ શકે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અને જમીનમાં આપવુ.
સુસંગતતા
જમીનમાં આપી શકાય તેવા જંતુનાશક, pH ન્યુટ્રલ રાસાયણિક ખાતરો અને સૂક્ષ્મ પોષકતત્વોના સાથે સુસંગત.
મિશ્રણ કરવા પહેલા સુસંગતતા પરીક્ષણ: અન્ય કૃષિ રસાયણો સાથે મિશ્રણ કરતા પહેલા જાર ટેસ્ટ પરીક્ષણ અવશ્ય કરો, જેથી મિશ્રણની સુસંગતા સુનિશ્ચિત કરી શકાય.
લાગુ પડતા પાકો
બધા પ્રકારના પાકો પર ઉપયોગ માટે યોગ્ય.
પરિણામકારકતા
1- 100% પાણીમાં દ્રાવ્ય: આ ખાતરમાં ઉપલબ્ધ પોષણ તત્વો પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય અને છોડને ઝડપથી ઉપબ્ધ થાય છે, તથા અઘુલનશીલ અવશેષોની સમસ્યાઓ નહીવત છે.
2- ભારે ધાતુયુક્ત તત્વની ગેરહાજરી: હાનિકારક ભારે ધાતુયુક્ત તત્વોથી મુક્તિ, પર્યાવરણ માટે સુરક્ષિત અને પાક વ્યવસ્થાપનમાં વધારો સુનિશ્ચિત કરે છે.
3- પાનની પીળાશ અટકાવટ માટે લોહ તત્વ: લોહ તત્વ હરિતતત્વના ઉત્પાદનમાં મદદ કરે છે, જેના કારણે ક્લોરોસિસ (પાંદડાની પીળાશ) ઘટે છે અને પાંદડાની લીલાશ વધે છે.
વિશેષ માહિતી
1- બ્લૂમ માસ્ટર પાકોમાં વાનસ્પતિક (પાંદડા) અને ફળ અને ફૂલો બંનેના વિકાસમાં વધારો કરે છે.
2- આ ફૂલો અને ફળોના વિકાસને વધારે છે, જેના કારણે ફળ સેટિંગ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.
3- લોહતત્વ હરિતતત્વના સંશ્લેષણ માટે મહત્ત્વપૂર્ણ છે, જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને પાકના ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તામાં સુધારો કરે છે.
4- ફળના કદ, રંગ, ફળની ચમક અને કાપણી બાદની શેલ્ફ લાઈફ વધારવામાં મહત્વનું યોગદાન આપે છે.
5- તેમાં રહેલો ફોસ્ફરસ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓને સમર્થન આપે છે, જેમાં પ્રકાશ સંશ્લેષણ અને પ્રોટીન ઉત્પાદનનો સમાવેશ થાય છે, જેથી મજબૂત વૃદ્ધિ અને મેટાબોલિઝમની પ્રકિયામાં વધારો થાય છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.