પરફોર્મ એક એવું ખાતર છે જે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. તેમાં પોટાશ, ફોસ્ફરસ અને બોરોન જેવા જરૂરી પોષક તત્વો છે. તેમાં સોડિયમ અને કાર્બોનેટ હોતા નથી, તેથી પાકને કોઈ નુકસાન થતું નથી. તેનો પાંદડા પર છંટકાવ કરવાથી અથવા પાણી (ફર્ટીગેશન) સાથે આપવાથી છોડ ઝડપથી શોષીલે છે. જેનાથી પાકનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે, ફૂલ ફાલ લાવવામાં મદદરૂપ થાય છે સાથે ફળની ગુણવત્તા સારી રીતે બને છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.
લાભો
● મૂળનો વિકાસ - ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોવાથી મૂળનો જુસ્સાદાર વિકાસ કરે છે. સાથે એટીપી સંશ્લેષણ થાય છે.જેથી શરૂઆતમાં પાકમાં વૃદ્ધિ વિકાસ સારો થાય છે.
● ફૂલ અને ફળ સેટ- બોરોન પોલન ટ્યુબના વિકાસ,અને બીજોદ્ભવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે ફૂલ ફાલ ખરતા અટકાવા તેમજ ફળનો વિકાસ વધારવામાં મદદ કરે છે
● ઊર્જા અને પરિવહન - પોટેશિયમ એન્ઝાઇમ સક્રિયકરણ, ઓસ્મોટિક સંતુલન અને પ્રકાશસંશ્લેષણ ગતિને શ્રેષ્ઠ બનાવે છે.
● ફળની ગુણવત્તા: - ફોસ્ફરસ અને પોટાશ સાથે બોરોન યુક્ત ખાતર એ ફળના કદ, આકાર, રંગ સાથે સંગ્રહક્ષમતામાં સુધારો કરે છે.
વાપરવાની પદ્ધતિ
ટપક, છંટકાવ અને ટુવા પદ્ધતિ
પ્રમાણ
● છંટકાવ: 300 ગ્રામ/એકર
● ટપક: 3-5 ગ્રામ/પ્રતિ લિટર પાણી
● ટુવા :- 1 કિલો/એકર
(જમીન તથા પાકની અવસ્થા મુજબ ઉપયોગ કરો)
લાગુ પડતા પાકો
: બધા પાકો, ખાસ કરીને ફળ અને શાકભાજી પાકો
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. -પાઉચ ખોલ્યા પછી તરત જ તેનો ઉપયોગ કરો. ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો.