સ્લેટર સિસ્ટેમિક અને પોસ્ટ-ઇમર્જન્સ નિંદામણનાશક દવા છે, જે સોયાબીન અને મગફળીના પાકમાં સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણનું નિયંત્રણ કરે છે.
આ દવા ઝડપી અને અસરકારક પરિણામ આપે છે.તથા પાકને સ્વસ્થ રાખીને વધુ ઉપજ મેળવવામાં મદદ કરે છે.
આ દવા એક સિસ્ટેમિક નિંદામણનાશક છે, એટલે કે તે છોડની અંદર જઈને કામ કરે છે.
તેમાં બે અસરકારક ઘટકો હોય છે—
• ફોમેસાફેન – જે નિંદામણમાં ક્લોરોફિલ બનવાની પ્રક્રિયા રોકે છે, જેથી નિંદામણ સુકાઈ જાય છે.
•ફ્લુઆઝીફોપ-પી-બ્યુટાઇલ – જે ખાસ કરીને સાંકડા પાનવાળા નિંદામણની વૃદ્ધિ રોકીને તેને નષ્ટ કરે છે
પ્રોડક્ટ ની ખાસિયત
ઝડપી અસર: આ દવા ઝડપથી કામ કરે છે અને થોડા કલાકોમાં જ નિંદામણ પર અસર દેખાવા લાગે છે
બધા પ્રકારના નિંદામણ પર અસર: સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણનું નિયંત્રણ કરે છે.
પાક માટે સુરક્ષિત: સોયાબીન અને મગફળીના પાક માટે સુરક્ષિત છે.
સરળ ઉપયોગ: તેનો ઉપયોગ સરળ છે અને તેમાં વધુ મહેનત લાગતી નથી
પાકની સારી વૃદ્ધિ: આ પાકને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જેના કારણે ઉત્પાદન વધે છે.
છંટકાવ: ૪૦૦ મિલી/એકર, દવાનો છંટકાવ ખેતરમાં નવા ઉગેલા નિંદામણ પર જમીનની નજીકથી કરો, જેથી વધુ સારી અસર મળે.
પરિણામકારકતા
1- સોયાબીનના પાકમાં બંટ,આરોતારો,ચોખલીયું,ચોકડીયુ,ભર્ભી,શેષમુળ,કણજરો,સાટોડો,ભોયઆમલી,ખોકલી,ખારીયું જેવા નિંદામણનું નિયત્રણ કરે છે.
2.મગફળીના પાકમાં બંટ,આરોતારો,ચોખલીયું,ચોકડીયુ,પેરા ઘાસ,ખારીયુ, કાળીયુ,સાટોડો,કણજરો,પીળી તિલવાડી,ભોયઆમલી,ઢીમડો,ચીઢો જેવા નિંદામણનું નિયત્રણ કરે છે.
સુસંગતતા
આ દવાને અન્ય નિંદામણનાશક દવા સાથે મિક્સ કરીને નિંદામણ નિયત્રણ માટે ઉપયોગ કરી શકાય છે.
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિશ્રણ કરવું નહિ
પુનઃ વપરાશ
નિંદામણની અવસ્થા ૨-૪ પાનની હોવી જોઈએ
દવા નિંદામણના પાન ઉપર પડે તે રીતે છંટકાવ કરો.
દવાનો મોડેથી છંટકાવ કરવાથી નિંદામણ પર દવાની અસર થતી નથી. તેથી યોગ્ય સમય પર જ દવાનો છંટકાવ કરવો.
દવાના છંટકાવ સમયે કટ નોઝલ અથવા ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્ની વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્ લેબલ્સ અને લિફલેટ્સ સંદર્ભ લો.