સિલિકોન K+ એ પાક માટે ઓર્થોસિલિક એસિડ (Si) અને પોટેશિયમ (K) દ્વારા બનતું શ્રેષ્ઠ કવચ છે
તેમાં ઓર્થોસિલિક એસિડ (Si) અને પોટેશિયમ (K)હોવાથી પાકને જૈવિક અને અજૈવિક પરિસ્થિતિમાં રક્ષણ આપે છે.
તે જીવાતો અને ફૂગ સામે પણ રક્ષણ આપે છે.
તે છોડમાં પોષક તત્વોનું અવશોષણ વધારે છે, છોડના કોષોને મજબૂત બનાવે છે અને પાકનો જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ કરી અને ઉત્પાદનમાં વધારો કરે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ/ જમીનમાં આપવું
વિશેષ માહિતી
• સિલિકોન K+ છોડને અજૈવિક પરિસ્થિતિમઓ સામે રક્ષણ આપે છે. - જેવી કે અતિશય ગરમી અને ઠંડી, તીવ્ર સૂર્યપ્રકાશ (UV), પોષક તત્વોની ઉણપ, દુષ્કાળ અને ખારાશવાડી જમીન.
• સિલિકોન K+ છોડને જૈવિક પરીસ્થીઓ જેવીકે જીવાતો અને ફૂગના નુકશાન સામે પણ રક્ષણ આપે છે
જમીનમાં સિલિકોન K+ આપવાથી, ફોસ્ફરસ, પોટાશ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો છોડને સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.
છોડને પોષક તત્વો શોષણ કરવામાં મદદ કરે છે. છોડની ચયાપચન શક્તિમાં વધારો કરે છે. તથા ફૂલો અને ફળ સેટ થવામાં મદદ કરે છે.
• પોટેશિયમ છોડમાં પાણીનું સંતુલન જાળવે છે, ઉત્સેચકો (enzymes) સક્રિય કરે છે અને પ્રકાશસંશ્લેષણની (photosynthesis)પ્રક્રિયામાં વધારો કરે છે; તેમજ જૈવિક અને અજૈવિક પરિસ્થિતિમાં રક્ષણ આપે છે. તથા પાકનો જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદનમાં વધારો કરે છે.
જરૂર તથા ભલામણ મુજબ 25-30 દિવસના અંતરે 2-3 વખત ઉપયોગ કરો
લાગુ પડતા પાકો
તમામ પાક માટે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. -પાઉચ ખોલ્યા બાદ તરત જ તેનું સેવન કરો. ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો.