ઉપયોગીતા: મેગ્નેશિયમ અને સલ્ફર ઉપરાંત કેલ્શિયમ એ ત્રણ ગૌણ પોષક તત્વોમાંનું એક છે. મુખ્ય પોષક તત્વોની (નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પૉટેશિયમ)ની જેમ, આ તત્વો પણ છોડના સ્વસ્થ વિકાસ માટે જરૂરી છે. તે કોષની દિવાલને મજબૂત બનાવે છે. તેમજ કૅલ્શિયમની ઉણપથી થતાં રોગો સામે રક્ષણ આપે છે.