બેસિલોફિક્સ (બેસિલસ સબટિલિસ ૧.૫૦% એલએફ) એક પર્યાવરણને અનુકૂળ જૈવિક બેક્ટેરિયા આધારિત રોગ નિયંત્રણ પ્રોડક્ટ છે, જે પાકમાં આવતાં વિવિધ રોગોના નિયંત્રણમાં મદદ કરે છે. બેસિલોફિક્સ 1.50% LF પ્રવાહી સ્વરૂપમાં ઉપલબ્ધ છે.
વિશેષતાઓ
1️⃣ બેસિલોફિક્સ એક જૈવિક પ્રોડક્ટ છે. જે CIB&RC દ્વારા નોંધાયેલ પ્રોડક્ટ છે.
2️⃣ બેસિલોફિક્સમાં રહેલી વિશિષ્ટ બેક્ટેરિયાના સ્ટ્રેન(T STANES Bs-1) પાન પર આવતા વિવિધ નુકશાનકારક ફૂગ અને જીવાણુઓનું અસરકારક નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
3️⃣ બેસિલોફિક્સ માત્ર રોગોના નિયંત્રણમાં જ નહીં, પરંતુ છોડની વૃદ્ધિ અને વિકાસમાં પણ મદદરૂપ થાય છે.
4️⃣ તે બેક્ટેરિયા અને ફૂગજન્ય રોગો સામે અલગ-અલગ રીતે કાર્ય કરે છે, જેના કારણે પાકને વધુ સારી અને લાંબા સમય સુધી સુરક્ષા મળે છે.
5️⃣બેસિલોફિક્સ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે, જેથી તે ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ યોગ્ય છે.
કાર્ય કરવાની રીત
બેસિલસ સબટિલસ એક લાભદાયી જીવાણુ છે, જે છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને પાકને રોગોથી બચાવવામાં મદદ કરે છે. તે પાકમાં ફૂગજન્ય અને જીવાણુજન્ય રોગોનું નિયંત્રણ કરીને છોડને તંદુરસ્ત રાખવા તથા તેના સારા વિકાસ માટે મદદરૂપ બને છે.