AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1 ખેડૂતો

બાયોગ્રિપ: એન્ટોમોપેથોજેનિક નેમાટોડ્સ (ઈ .પી .એન) 500 ગ્રામ

₹699₹1400
( 50% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એન્ટોમોપેથોજેનિક નેમાટોડ્સ (ઈ .પી .એન)
પ્રમાણ
1 કિલો/એકર
વાપરવાની પદ્ધતિ
100 ગ્રામના દરેક પેકેટમાં એન્ટોમોપેથોજેનિક નેમાટોડ્સની 0.5 મિલિયન ની સંખ્યા હોય છે જે 1/10 એકર જમીન માટે ભલામણ કરવામાં આવે છે. ઉચ્ચ ઉપદ્રવ માટે, પહેલો ડોઝ આપ્યા ના 10 દિવસ પછી પુનરાવર્તિત કરી શકાય છે. બાયોગ્રિપ પેકેટને કાપીને જેલને જરૂરી માત્રામાં પાણીમાં રેડો અને ઓછામાં ઓછા 3 મિનિટ સુધી હલાવો. છંટકાવ માટે - ઠંડા પહોરે (વહેલી સવારે/મોડી સાંજે) પાન અને ડાળીની નીચેની બાજુએ બાયોગ્રિપ સોલ્યુશનની જરૂરી માત્રામાં છંટકાવ કરો. જમીન માં આપવા માટે - છોડના મૂળ માં બાયોગ્રિપના દ્રાવણની જરૂરી માત્રાનું દ્રેન્ચિંગ કરો . દ્રેન્ચિંગ કરવા માટે મહેરબાની કરીને નોંધ કરો કે આપતા પહેલા જમીન પૂરતો ભેજ હોવો જોઈએ (ભેજનું પરીક્ષણ કરવા માટે મુઠ્ઠીભર માટી લો અને દબાવો, તો તમારી હથેળી ભીની થવી જોઈએ.) જૈવિક ખાતર સાથે આપવા માટે:મિશ્રણને 8-10 કિલો વર્મી કમ્પોસ્ટ/ઓર્ગેનિક ખાતર, સૂકા ખાતર સાથે ભેળવી દો જેથી તેને નાખવા માટે સરળતા રહે. ચોમાસા ના પહેલાના વરસાદ દરમિયાન, છોડના મૂળ પાસેના આપો, ખેતર પુંખીને પણ આપી શકો . પુંખીયા પછી, સૂકી અને અર્ધ-સૂકી જમીનની હળવા સિંચાઈ કરો તો વધુ સારું છે.
પરિણામકારકતા
ઈયળ, થડ ની ઈયળ, ડૂંખ ની ઈયળ, થડ કાપનાર ઈયળ, લીલા ઢાલિયાં, સફેદ ધૈણ, ઉધઈ, હીરાફૂદી વગેરે.
પુનઃ વપરાશ
જીવાત ના ઉપદ્રવની તીવ્રતા પર આધાર રાખે છે
લાગુ પડતા પાકો
વિશેષ માહિતી
ઈયળ નું અસરકારક અને ઝડપી નિયંત્રણ જીવાતોના હુમલાને નિયંત્રિત કરવાની પ્રાકૃતિક રીત - IPM માં ઉપયોગ માટે આદર્શ બિન-હાનિકારક અને કૃષિ-ઇકોસિસ્ટમ માટે બિન-ઝેરી સરળતા થી ઉપયોગ કરી શકાય - છંટકાવ/ડ્રેન્ચિંગ/સિંચાઈ પાકની ઉપજમાં સુધારો કરે
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મહત્વપૂર્ણ સુચના
બાયોગ્રિપને કોઈપણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો સાથે મિશ્રિત કરશો નહીં. બાયોગ્રિપ આપ્યા ના 4-5 દિવસ પહેલા અને પછી રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ટાળો. બાયોગ્રિપને અન્ય કોઈપણ નેમાટીસાઇડ્સ સાથે ભેળવશો નહીં. બાયોગ્રિપ સુક્ષ્મસજીવો યુવી-કિરણો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને સીધા સૂર્યપ્રકાશમાં રાખશો નહિ
agrostar_promise