ક્વિઝાલોફોપ એક સિસ્ટેમિક, પોસ્ટ-ઇમર્જન્સ નિંદણનાશક છે, જે મુખ્યત્વે સાંકડા પાનવાળા નિંદામણનું નિયંત્રણ કરે છે.
તે છોડની અંદર જઈને ફેટી એસિડ બનવાની પ્રક્રિયા અટકાવે છે, જેના કારણે કોષો નબળા પડી જાય છે અને નષ્ટ થાય છે. પરિણામે નિંદામણની વૃદ્ધિ અવરોધાય છે અને અંતે છોડ સુકાઈ જાય છે.
સોયાબીનમાં આ એક જાણીતું ફોપ (FOP) ગ્રુપનું રાસાયણિક નિંદણનાશક છે અને સોયાબીન ખેતીમાં ખૂબ જ વિશ્વસનીય અને અસરકારક માનવામાં આવે છે.
ફોમેસાફેન એક PPO અવરોધક વર્ગનું નિંદણનાશક છે, જે પહોળા પાનવાળા નિંદામણ પર ઝડપી અસર કરે છે. તે છોડમાં પ્રકાશ સંશ્લેષણ (Photosynthesis) પ્રક્રિયાને અસર કરે છે, જેના કારણે કોષોને ગંભીર નુકસાન થાય છે અને નિંદામણ થોડા કલાકો અથવા દિવસોમાં નષ્ટ થવા લાગે છે
આ દવા છોડમાં સારી રીતે ફેલાય છે અને પહોળા પાનવાળા નિંદામણનું અસરકારક નિયંત્રણ કરે છે
લાભો
1. ફોમેક્સા જે સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણ પર અસરકારક નિયંત્રણ કરે છે
2. તે ઝડપી પરિણામ આપે છે.
૩. તે પાક માટે સુરક્ષિત છે જે પાકને કોઈ નુકસાન પહોંચાડતું નથી
નિંદામણની અવસ્થા ૨-૪ પાનની હોવી જોઈએ
એક એકર માટે 150 લિટર પાણીમાં ભલામણ મુજબ દવાની માત્રા ઉમેરીને છંટકાવ કરો
દવા નિંદામણના પાન ઉપર પડે તે રીતે છંટકાવ કરો.
દવાનો મોડેથી છંટકાવ કરવાથી નિંદામણ પર દવાની અસર થતી નથી. તેથી યોગ્ય સમય પર જ દવાનો છંટકાવ કરવો.
દવાના છંટકાવ સમયે કટ નોઝલ અથવા ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્ લેબલ્સ અને લિફલેટ્સ સંદર્ભ લો.