નોયાન ફ્લો દવા ફૂગજન્ય રોગનું લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ કરે છે. જે પાકને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
આ એક બ્રોડ સ્પેક્ટ્રમ ફૂગનાશક દવા છે.એટલે કે દરેક પ્રકારના ફૂગજન્ય રોગોનું અસરકારક નિયંત્રણ કરે છે.
આ દવા રોગ આવ્યા પહેલા (Preventive)તેમજ રોગ આવ્યા પછી(curative) એમ બંને રીતે કામ કરે છે.
તેમાં સિંજેન્ટાની વેધરસ્ટિક ટેકનોલોજી છે. એટલે કે દવા પાન પર સારી રીતે ચોંટે (stick) અને ફેલાય (spread) છે. તેમજ વરસાદ પછી પણ દવાની અસર લાંબા સમય સુધી રહે છે.
લાભો
ડબલ એક્શન ધરાવતી દવા:-સિસ્ટેમિક અને કોન્ટેક્ટ એમ બંને રીતે કામ કરે જેથી ઝડપી અને લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ મળે.
દરેક પાકમાં ઉપયોગી:- ટામેટા અને મરચી જેવા ધણા પાકમાં ઉપયોગી છે.
વેધરસ્ટિક ટેકનોલોજી :- દવા પાન પર સારી રીતે ચોંટે (stick) અને ફેલાય (spread) છે. તેમજ વરસાદ પછી પણ દવાની અસર લાંબા સમય સુધી રહે છે.
ચોંટીને (stick)ટકી રહેવાની ક્ષમતા:- આ દવા પાન પર સારી રીતે ચોંટે છે. જેથી વધુ સમય સુધી દવાની અસર રહે છે.
દવાનો સારો ફેલાવો:- દવાનો છંટકાવ કરવાથી દવા છોડમાં સારી રીતે ફેલાય છે.
દરેક પ્રકારના વાતાવરણમાં ઉપયોગી :- ગરમી, ઠંડી, ભેજવાળું વાતાવરણ અને વરસાદ એમ બધાજ વાતારણમાં દવાનો છંટકાવ કરી શકો છો.
ભરોસાપાત્ર પરિણામ:- આ દવા ફૂગજન્ય રોગ સામે લાંબા સમય સુધી અસર કરે છે.
પ્રમાણ
છંટકાવ:400 મિલી/એકર
લાગુ પડતા પાકો
ટામેટા - આગોતરો અને પાછોતરો સુકારો:400 મિલી/એકર; મરચી- પાનના ટપકા, એન્થ્રેકનોઝ અને ફળનો સડો:400 મિલી/એકર.
પુનઃ વપરાશ
Step1:-ઉપયોગ, સુરક્ષા અને ખાલી બોટલના નિકાલ માટે લેબલ પર આપેલી સૂચનાઓને સારી રીતે વાંચો અને એ પ્રમાણે જ પાલન કરો.
Step 2:- દવા વાપરતા પહેલા બોટલ સારી રીતે હલાવો. જેથી દવા સમાન રીતે મિશ્રણ થાય.
Step 3:- માત્રા:- 2 મી.લી. પ્રતિ લિટર પાણી અથવા લગભગ 400 મી.લી. પ્રતિ એકર,તેમજ પાન ઉપર સારી રીતે ફેલાય એ રીતે છંટકાવ કરો.
Step 4:- ફૂલ આવવાની અને ફળ બનવાની અવસ્થામાં છંટકાવ કરો. જેથી પાક રોગમુક્ત અને તંદુરસ્ત રહે.
નોંધ:-
આ ફૂગનાશક દવાને અન્ય ફૂગનાશક દવા,પાક પોષણ અને જંતુનાશક દવાઓ સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરી શકાય છે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્સ લેબલ્સ અને સાથેના લીફલેટનો સંદર્ભ લો.