નેમેટોફિક્સ (પેસિલોમાયસિસ લિલાસિનસ 1.15% ડબલ્યુપી) એક પર્યાવરણને અનુકૂળ જૈવિક નેમાટોડનાશક છે, જે પાકના મૂળને નુકસાન પહોંચાડતા હાનિકારક નેમાટોડના નિયંત્રણમાં મદદ કરે છે. નેમેટોફિક્સ 1.15% WP પાવડર સ્વરૂપમાં ઉપલબ્ધ છે.
વિશેષતાઓ
1. નેમેટોફિક્સ એક જૈવિક નેમાટોડનાશક પ્રોડક્ટ છે, જે CIB&RC દ્વારા નોંધાયેલ છે.
૨- નેનેમેટોફિક્સ નેમાટોડના ઈંડા અને બચ્ચાં અને અન્ય તબક્કાઓનું નિયંત્રણ કરીને તેની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે.
૩- નેમેટોફિક્સનો ઉપયોગ પાકની વૃદ્ધિના તમામ તબક્કાઓમાં કરી શકાય છે.
૪- નેમેટોફિક્સ મૂળની આસપાસ લાભદાયી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે છે, જેના કારણે નેમાટોડને વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ મળતી નથી અને પાકને નેમાટોડના હુમલા સામે રક્ષણ મળે છે.
૫- નેમેટોફિક્સના સતત ઉપયોગથી નેમાટોડમાં પ્રતિકારક શક્તિ (રેઝિસ્ટન્સ) વિકસતી નથી.
૬- તે ઓછી ઝેરી અસર ધરાવતું જૈવિક પ્રોડક્ટ છે, જે પાક, જમીન અને પર્યાવરણ માટે સુરક્ષિત છે.
૭- નેમેટોફિક્સ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે, જેથી તે ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ યોગ્ય છે.
કાર્ય કરવાની રીત
નેમેટોફિક્સ નેમાટોડના ઈંડા અને બચ્ચા અવસ્થાના નેમાટોડ પર અસર કરીને તેનું નિયંત્રણ કરે છે. જેના કારણે નેમાટોડનો વિકાસ અટકી જાય છે, તે નાશ પામે છે અને પાકને વધુ નુકસાન પહોંચાડી શકતા નથી.
પ્રથમ ઉપયોગ: વાવણી અથવા ફેરરોપણી કરતા પહેલાં કરો.
બીજો ઉપયોગ: વાવણી અથવા ફેરરોપણીના 30 દિવસ પછી કરો.
ત્યારબાદનો ઉપયોગ: નેમાટોડ(કૃમિ)ના ઉપદ્રવના આધારે જરૂર મુજબ કરી શકાય છે.