ડેઝમિર ગ્લો એક અનોખું ફૂગનાશક છે, જેમાં બે સિસ્ટમિક દવાઓનું સંયોજન છે. આ એક બ્રોડ સ્પેક્ટ્રમ ફૂગનાશક દવા છે. જે દરેક પ્રકારના ફૂગજન્ય રોગનું નિયંત્રણ કરે છે. આ દવા લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ કરે છે. અને છોડના વૃદ્ધિ વિકાસ માટે મદદ કરે છે. જેના કારણે છોડની ગુણવત્તામાં સુધારો થાય છે અને ખેડૂતને વધુ ઉપજ તથા નફો મળે છે
આ દવામાં ડબલ સિસ્ટમિક અસર છે અને તે ઉપરથી અને નીચેથી (મૂળ તરફ) એમ બંને રીતે છોડમાં ફેલાય છે. આ દવા ફૂગના વિકાસને અટકાવે છે. ડેઝમિર ગ્લો દવા બેન્ઝિમિડાઝોલ અને ટ્રાયઝોલ ગ્રુપની ટેક્નોલોજી પર આધારિત બ્રોડ સ્પેક્ટ્રમ અસર ધરાવતી સિસ્ટમિક ફૂગનાશક દવા છે, જે છોડને તંદુરસ્ત અને લીલોછમ રાખવામાં મદદ કરે છે.આ દવા ફૂગની કોષ દિવાલ બનવાની પ્રક્રિયાને રોકે છે, જેથી ફૂગની વૃદ્ધિ અટકી જાય છે. આ દવા ફૂગની શ્વસન પ્રક્રિયા (respiration) ને પણ અસર કરે છે, જેના કારણે છોડમાં ફૂગજન્ય રોગનું સંપૂર્ણ રીતે નિયંત્રણ થાય છે.
લાભો
1. ડેઝમિર ગ્લો એક સિસ્ટમિક અને બ્રોડ સ્પેક્ટ્રમ ફૂગનાશક દવા છે. જે ફૂગજન્ય રોગોનું નિયંત્રણ કરીને છોડને સ્વસ્થ રાખે છે
2. આ દવા લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ કરે છે. જેથી ઉત્પાદન એન ગુણવત્તામાં સુધારો થાય છે.
3. મજબૂત ફાઇટોટોનિક અસરથી છોડ લીલોછમ, તંદુરસ્ત અને મજબૂત રહે છે.
4. પાન લાંબા સમય સુધી લીલા રહે, જેથી દાણા મોટા તથા ભરાવદાર બને.
5. સિસ્ટેમિક દવા હોવાથી ફૂગજન્ય રોગનું લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ કરે છે.
6. ફ્લેગ લીફ અને દાણા ભરાવા સમયે(કંઠી/ડોડવા અવસ્થાએ ) છોડ રોગમુખ્ત રહે, જેથી દાણા ચમકદાર અને ગુણવત્તાવાળા બને.
7. આ દવામાં ડબલ સિસ્ટમિક અસર છે, તે ઉપરથી અને નીચેથી (મૂળ તરફ) એમ બંને રીતે છોડમાં ફેલાતી હોવાથી એકજ છંટકાવમાં જબરદસ્ત નિયંત્રણ મળે છે.
8. છોડ સ્વસ્થ અને સારી ગુણવત્તા એટલે ખેડૂતને વધુ ભાવ અને વધુ નફો મળે.
પ્રમાણ
છંટકાવ: ૩૮૪ મિલી/એકર
લાગુ પડતા પાકો
ભલામણ પાકો:-
ડાંગર:- સુકારો (Sheath blight)
મગફળી:- થડનો સડો, આગોતરા પાનના ટપકાં અને પાછોતરા પાનના ટપકાં
સફરજન :- અલ્ટરનેરિયા બ્લોચ, અપરિપક્વ પાન ખરવા
મરચી:- ભૂકીછારો, ફળનો સડો, ડાયબેક
પ્રમાણ:-
ડાંગર અને મગફળી માટે :- 384 મિલી/એકર
મરચી માટે :- 384–400 મિલી/એકર
સફરજન માટે :-100 લિટર પાણીમાં 65 મિલી દવાનો મિશ્રણ કરીને ઉપયોગ કરવો
નોંધ :- ડેઝમિર ગ્લો અન્ય દવાઓ સાથે મીક્ષણ કરીને ઉપયોગ કરી શકાય છે.જેથી એક જ સ્પ્રેમાં વધુ કામ થઈ જાય અને સમય-ખર્ચ બચે.
પરિણામકારકતા
ભલામણ પાકો:-
ડાંગર:- સુકારો (Sheath blight)
મગફળી:- થડનો સડો, આગોતરા પાનના ટપકાં અને પાછોતરા પાનના ટપકાં
સફરજન :- અલ્ટરનેરિયા બ્લોચ, અપરિપક્વ પાન ખરવા
મરચી:- ભૂકીછારો, ફળનો સડો, ડાયબેક
પ્રમાણ:-
ડાંગર અને મગફળી માટે :- 384 મિલી/એકર
મરચી માટે :- 384–400 મિલી/એકર
સફરજન માટે :-100 લિટર પાણીમાં 65 મિલી દવાનો મિશ્રણ કરીને ઉપયોગ કરવો
નોંધ :- ડેઝમિર ગ્લો અન્ય દવાઓ સાથે મીક્ષણ કરીને ઉપયોગ કરી શકાય છે.જેથી એક જ સ્પ્રેમાં વધુ કામ થઈ જાય અને સમય-ખર્ચ બચે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્સ લેબલ્સ અને સાથેના લીફલેટનો સંદર્ભ લો.