ગ્લેડીયેટર બૅટરી પંપ GL10121 (2 ઇન 1)
બ્રાંડ: ગ્લેડીયેટર
₹3600₹5500

મુખ્ય મુદ્દા:

 • પંપની ક્ષમતા: 16 લીટર
 • બેટરી પ્રકાર: 12 Vlt 8 Ah
 • છંટકાવ ક્ષમતા: સંપૂર્ણ ચાર્જ પછી 15 રાઉન્ડ અને પછી દબાણ સતત ઘટશે
 • નોઝલ્સ: 5 પ્રકારની નોઝલ અને નોઝલમાં જામને રોકવા માટે ઇન-લાઇન ફિલ્ટર
 • લાન્સનો પ્રકાર: પિત્તળ કનેક્ટર સાથે સ્ટેઈનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક લાન્સ, જેની લંબાઈ 1.5 ફૂટથી 3 ફૂટ બદલી શકાય છે.
 • ચાર્જિંગ સૂચક: લાલ: ચાર્જ કરતી વખતે, વાદળી: પૂર્ણ ચાર્જ
 • સલામતીનો સામાન: હાથ મોજા, માસ્ક અને ચશ્માં સાથે ફ્રી સેફ્ટી કીટ. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
 • ઉત્પાદકની બાંયધરી: ફક્ત ઉત્પાદિત ખામીઓ માટે બેટરી પર 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી. ન આવેલ એસેસરીઝને ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર જાણ કરી દેવી. ઉત્પાદન ખામી સામે વોરંટી આપવામાં આવશે પરંતુ ગ્રાહકો દ્વારા ગેરરીતિ થી આવેલ ખામી સામે વોરંટી આપવામાં આવશે નહીં.
 • ટ્રિગર પદ્ધતિ: ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર
 • ઉત્પાદક દેશ: PRC માં બનાવેલ
 • ઉત્પાદનની વિશેષતાઓ: આ બેટરી સ્પ્રે પંપ ઉચ્ચ ગ્રેડના ઔદ્યોગિક પ્લાસ્ટિક (પીપી) થી બનેલ છે જે મજબૂત અને ટકાઉ છે. તેમાં 16 લિટર ટાંકીની ક્ષમતા છે. સંપૂર્ણ ચાર્જ પછી 15 રાઉન્ડ અને પછી દબાણ સતત ઘટશે. એગ્રોસ્ટાર પંપ ની સાથે મફત સલામતી કીટ આપે છે જેમાં માસ્ક, ચશ્માં અને હાથ મોજા શામેલ છે. અમે ગ્લેડીયેટર પંપ સાથે 5 પ્રકારની નોઝલ અને વધારાના વોશર્સ આપીએ છીએ જેનો ઉપયોગ તમે તમારી પાકની પેટર્ન અને પાકની ઉંચાઈ અનુસાર કરી શકો છો. અમે નિઃશુલ્ક LED બલ્બ પણ આપીએ છીએ જે રાત્રે મદદ કરે છે. અમે પંપ સાથે ઓરિજિનલ ગ્લેડીયેટર બેટરી અને ગ્લેડીયેટર મોટરનો ઉપયોગ કરીએ છીએ. ગ્લેડીયેટર એકસમાન છંટકાવ આપે છે અને રસાયણોનો બિનજરૂરી વપરાશ ટાળે છે. સ્પ્રેઇગ લાન્સ વિથ પિત્તળ કનેક્ટર આવે છે જે તમે 1.5 ફુટથી 3 ફૂટ સુધી લંબાવી શકો છો.
 • વ્યવસ્થાપન: પંપ બેટરી સંપૂર્ણ ચાર્જ રાખો. તેમાં ગંદકીનો સંચય અટકાવવા માટે ઉપયોગ કર્યા પછી હંમેશાં બેટરી પંપને સાફ પાણીથી ધોઈ લો. તેને સુરક્ષિત જગ્યાએ રાખો. અને તેને થોડો સમય ચાલવા દો જેથી તેમાં ગંદકીનો સંચય ન થાય. આ બેટરી પંપની ક્ષમતા વધારવામાં મદદ કરશે. મહેરબાની કરીને મહિનામાં બે વાર પંપનો ઉપયોગ કરો. સંપૂર્ણ ચાર્જ માટે 10 થી 12 કલાકની જરૂર પડે છે. હંમેશાં અલગથી ટાંકીમાં દ્રાવણ મિક્સ કરો અને પછી ફક્ત ફિલ્ટરનો ઉપયોગ કરીને પંપ ટાંકીમાં ઉમેરો.
 • સહાયક-સામગ્રી: હોર્સ પાઇપ, ક્લચ, લાન્સ, નોઝલ સેટ, ફ્રી સેફ્ટી કીટ, ફ્રી LED બલ્બ
 • ડ્રાય એર રન સમસ્યા: જો પહેલી વાર હોસ પાઇપ માંથી પાણી ન આવે ફક્ત હવા આવી રહી છે, તો નીચે આપેલ નિયમો નું પાલન કરવું. 1.વોટર આઉટલેટ કેપ ખોલો. 2.આઉટલેટ ને હોસ પાઇપ ને કડક રીતે જોડો. 3.અડધી ટાંકીને ચોખ્ખા પાણીથી ભરો. 4.સ્વીચ ચાલુ / બંધ કરો 5.ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, હોસ ​​પાઇપ માંથી હવા ને ખેંચો, તો હવા નીકળી જશે અને પાણીનો પ્રવાહ સામાન્ય થઈ જશે પછી તમે છંટકાવ માટે પંપનો ઉપયોગ શરૂ કરી શકો છો.
 • બેટરી લૂઝ કનેક્શન સમસ્યા: જ્યારે પંપ શરૂ ન થાય / બેટરી ચાર્જ ન થાય / પંપ વારંવાર ચાલુ બંધ થાય છે તો નીચે આપેલ નિયમો નું પાલન કરવું. 1.પંપની પાછળથી સ્ક્રૂ ખોલો 2.પંપની પાછળ થી ગાદી ને કાઢી નાખો. 3.બેટરી કવર કેપ ને કાઢો. 4.બેટરી ને બહાર કાઢી અને તેને યોગ્ય રીતે સેટ કરો. 5.બતાવ્યા પ્રમાણે બટન ચાલુ કરો 6.ચેક કરો વોલ્ટ મીટર માં લાઇટ ચાલુ છે અને મોટર ચાલુ થાય છે?
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ગ્લેડીયેટર બૅટરી પંપ GL10121 (2 ઇન 1) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો