AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

એજૅક્સ નેક્સ્ટ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી) ૨૦૦ મિલી

₹656₹1335
( 51% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 Litre500 ml
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એઝોક્સિસ્ટ્રોબિન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી
કાર્ય કરવાની રીત
Ajax NXT (એઝોક્સીસ્ટ્રોબિન + ડાયફેનોકોનાઝોલ) એક સિસ્ટેમિક અને બ્રોડ સ્પેક્ટ્રમ ફૂગનાશક દવા છે, આ દવામાં બે એક્ટિવ ઘટકો હોય છે:એઝોક્સીસ્ટ્રોબિન અને ડાયફેનોકોનાઝોલ. એઝોક્સીસ્ટ્રોબિનએ ફૂગના શરૂઆતના સ્ટેજમાં જ કામ કરે છે.જે ફૂગના સ્પોર (બીજ) ઉગતા અટકાવે છે એટલે ફૂગ છોડમાં ફેલાતી નથી. ડાયફેનોકોનાઝોલ ફૂગના વિકાસને અંદરથી રોકે છે, જેથી ફૂગ વધતી નથી. આ બંને ઘટક મળીને ડબલ એક્શન આપે છે. આ દવાની લાંબા સમય સુધી અસર રહે છે. દરેક પ્રકારના ફૂગજન્ય રોગને નિયંત્રણ કરે છે.તથા છોડને તંદુરસ્ત રાખે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.
લાભો
1. દરેક પ્રકારના ફૂગજન્ય રોગનું ઉત્તમ નિયત્રણ :- આ દવા દરેક પ્રકારના ફૂગજન્ય રોગનું નિયત્રણ કરે છે. અને પાન લીલા અને તંદુરસ્ત રાખે છે.(flag leaf લાંબા સમય સુધી લીલું રહે) 2. ફૂલના પરાગરજને સુરક્ષિત રાખે છે, જેથી વધુમાં વધુ દાણા બને 3. દરેક ડોડા/કંઠી/ઉંબીમાં વધુ દાણા બને છે. જેથી ઉત્પાદનમાં વધારો થાય છે.
પ્રમાણ
છંટકાવ:200 મિલી/એકર
લાગુ પડતા પાકો
મરચી, ટામેટા, ડાંગર, મકાઈ, ઘઉં, કપાસ, હળદર, ડુંગળી અને શેરડી. મરચાં (કાલવર્ણ અને ભૂકીછારો), ટામેટા (આગોતરો અને પાછોતરો સુકારો), ડાંગર (કરમોડી અને સુકારો ), મકાઈ (સુકારો અને તળછારો), અને ઘઉં (ગેરુ અને ભૂકીછારો) આ બધા પાકમાં 200 મિલી/એકર પ્રમાણે 200 લિટર પાણીમાં મિશ્રણ (1 મિલી/લિટર) કરીને ઉપયોગ કરવો. મરચાં અને ટામેટા માટે PHI 5 દિવસ, ડાંગર માટે PHI 31 દિવસ, મકાઈ માટે PHI 26 દિવસ અને ઘઉં માટે PHI 35 દિવસ છે. PHI:-દવાનો છંટકાવ કર્યા પછી પાકની કાપણી સુધીનો સમય
સુસંગતતા
પ્રતિકાર શક્તિ (resistance) ન વધે તે માટે આ દવાની એકજ પાકમાં વારંવાર ઉપયોગ ના કરવો. આ દવાને હંમેશા બીજી દવાઓ સાથે ફેરફાર (rotation) કરીને વાપરવી. જેથી દવાની લાંબા સમય સુધી અસરકારકતા રહે.
પુનઃ વપરાશ
પાકમાં રોગ દેખાય ત્યારે 1–2 વાર સ્પ્રે કરો નેપસેક પંપ અથવા યોગ્ય સ્પ્રેયર દ્વારા હોલો કોન નોઝલ અથવા યોગ્ય નોઝલ વડે છંટકાવ કરો, જેથી દવા પાન પર સારી રીતે ફેલાય.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્સ લેબલ્સ અને સાથેના લીફલેટનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-272136/2023-Azoxystrobin + Difenoconazole (SC) (444)-569
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise