ઈંડા સેવાતા તેમાંથી સફેદ રંગની ઈયળ નીકળે છે. જે પાન ઉપરથી ભૂંગળીમાં દાખલ થાય છે. જેના લીધે નુકસાન પામેલ ભૂંગળીના પાનમાં સમાંતર કાણા જોવા મળે છે. ઈયળ ત્યાં વૃદ્ધિ પામી ડૂંખમાં થઇ સાંઠામાં દાખલ થઇ તેને કો૨ીને નુકસાન કરે છે. જેથી છોડની વચ્ચે ની ડૂખ સુકાઈ જાય છે. આ ઉપરાંત ડૂડા અવસ્થાએ ગાભમારાની ઇયળ છોડની છેલ્લી આંતર ગાંઠ માં અંદરથી કોરી ખાય છે.