પાનની નીચેની સપાટીમાં જાળું બનાવી રહે છે. બચ્ચાંઓ અને પુખ્ત પાનકથીરી જાળામાં રહી પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાન ઉપર સફેદ રંગના અસંખ્ય ડાઘ જોવા મળે છે અને દૂરથી છોડ સફેદ રંગના જણાય છે. આ ચિન્હોને લીધે આ જીવાતનો ઉપદ્રવ સહેલાઈથી પારખી શકાય છે. તેનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થા એ જ્યારે વાતાવરણમાં તાપમાનમાં પ્રમાણ વધારે હોય ત્યારે જોવા મળે છે.