પુખ્ત કીટક કાળાશ પડતા બદામી રંગના હોય છે, સફેદ કીડો પગ વગરનો, મેલા સફેદ સાથે ઘાટા કથ્થઈ રંગનું માથું ધરાવે છે. પુખ્ત કીટક થાળનું અંદર કાણું પાડી અંદર ટનલ/રસ્તો બનાવે છે.આ ભાગ કોહવાઈ જાય છે અને થડ નબળું બને છે.બહારની બાજુ પણ કાણા પાડી નુકશાન કરે છે.જેમાંથી ચીકણું જેલી જેવું પ્રવાહી જોવા મળે છે.અને છેવટે આ ભાગ સુકાઈ જાય છે.