આ રોગ મુખ્યત્વે કેળાની શરૂવાતના વૃદ્ધિ ના તબ્બકે મળે છે, અસરગ્રસ્ત છોડમાં સડો અને દુર્ગંધ આવે છે, થડના નીચેના ભાગમાં સડો એ એક સામાન્ય લક્ષણ છે, ત્યારબાદ પાન ખરી પડે છે, અસરગ્રસ્ત છોડ ઉપાડતા સહેલાઈથી જમીનમાંથી નીકળી જાય છે અને કંદ અને થડનો ભાગ જમીનમાં રહે છે. નુકસાનના શરૂઆતના તબક્કામાં ઘાટા કથ્થઈ અથવા પીળા પાણી પોચા ટપકા થાડ ઉપર જોવા મળે છે, જ્યારે અસરગ્રસ્ત છોડને કોલર માંથી કાપવામાં આવે છે ત્યારે પીળાથી લાલ રંગનો સ્ત્રાવ દેખાય છે.