ઈંડામાંથી નીકળેલ નાની ઇયળો શરૂઆતના એકાદ-બે દિવસ પાન ખાય છે અને ત્યારબાદ છોડના થડમાં નાનું કાણું પાડી અંદર દાખલ થાય છે અને અંદરનો ગર્ભ ખાય છે. આમ પ્રથમ છોડનો વચ્ચેનો પીલો સુકાય છે આને ચીરતાં ગાભમાં ડાઘ અને મોટે ભાગે એક ઇયળ અને કોઈક વાર 2થી 4 ઇયળો પણ જોવા મળે છે. પાકની પાછલી અવસ્થામાં ઉપદ્રવ હોય ત્યારે કંટીમાં દાણા ભરાતા નથી