ગૌણ લક્ષણો- ઈયળ મુળિયા અને નવી બનેલી ગાંઠો ખાય છે. સફેદ ધેણના પ્રકોપથી કુમળા છોડ કરમાઈ જાય છે જેના લક્ષણો તરીકે શરૂઆતી તબક્કામાં પાન જાંબલી પડતાં દેખાય અને નાનાં છોડ મરી જાય છે તથા મોટા છોડમાં વૃદ્ધિ ઓછી થઇ જાય છે. અસરગ્રસ્ત પાક વેચાણ માટે અયોગ્ય થઇ જાય છે. નિવારણ: વાવણી પહેલાં જમીનમાં લીમડાની કેક @ 40 કિગ્રા/હેક્ટેર ભેળવવાથી તેના પ્રકોપ પર નિયંત્રણ લાવી શકાય છે.