આ રોગની શરૂઆત નીચેનાં પાન ઉપર છૂટાંછવાયાં નાનાં ભૂરાં ટપકાંથી થાય છે. આવાં ટપકાંની અંદર લીલા ભૂરા રંગની ફૂગની વૃદ્ધિ થાય છે. આ રોગનું મહત્વનું લક્ષણ એ છે કે પાન ઉપર વર્તુળાકારનાં ટપકાં કરે છે. આવાં ટપકાં મોટાં થતાં ભેગાં થઈ, પાન સુકાઈને ખરી પડે છે. થડ પર પણ ટપકાં કરે છે. ડાળીઓ સુકાઈ જાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.