પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.

બચ્ચાં અને પુખ્ત એમ બન્ને નુકસાન કરે છે. શરૂઆતમાં છોડની ભૂંગળીમાં, પાન પર અને ત્યારબાદ નર પુષ્પગુચ્છ પર રસ ચૂસીને નુકસાન કરે છે. નર પુષ્પમાંથી આ જીવાતને લીધે પરાગરજ ઉત્પન્ન થતી નથી. વધુ ઉપદ્રવને લીધે છોડ નબળો પડી પીળો પડે છે. તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરતો હોવાથી ઉપદ્રવવાળા ભાગ પર કાળા રંગની ફૂગનો વિકાસ થાય છે, જે છોડની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે.
આ સમસ્યા માટે ઉકેલ