ઈયળો મકાઈના કુમળા પાન ઉપર ઘસરકા કરી તેમાંથી હરિતકણો ખાય છે. મોટી ઈયળો મકાઈના છોડની ભૂંગળીમાં રહી છોડને નુકસાન કરે છે જેથી પાન ઉપર નાનાં નાનાં છિદ્રો દેખાય છે. ઈયળો વિકસતાં ડોડામાં કાણું પાડી દાખલ થઈ દાણા ખાયને નુકસાન કરે છે. ઘણી વખત થડમાં પણ કાણું પાડી નુકસાન કરે છે.