AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ટેકનોલોજી સંગ ગુજરાતના ખેડૂતો, ખાસ મશીન કરશે દમદાર કામ !
કૃષિ માં નવી શોધઝી ન્યુઝ
હવે ટેકનોલોજી સંગ ગુજરાતના ખેડૂતો, ખાસ મશીન કરશે દમદાર કામ !
🛬 આણંદની આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શન આયોજિત કરાયુ છે. કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી નાં ઉપયોગ માટે રજુ કરાયેલા ડ્રોન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 🛬 વિવિધ કંપનીઓ દ્વારા ખેડુતોને રેન્ટ પર ડ્રોનની સર્વિસ આપવામાં આવે છે, અને માત્ર 20 મિનિટમાં એક એકર જમીન પર ડ્રોનથી દવાઓનો છંટકાવ કરી શકાય છે. ડ્રોન સાથે 11 લીટર પાણીની ટાંકી હોય છે, જેમાં પાણી સાથે દવા ભેળવીને પાક પર છંટકાવ કરી શકાય છે. પરંતુ હવે એ દિવસો દુર નથી કે સામાન્યમાં સામાન્ય ખેડુત પણ પોતાનાં ખેતરમાં ડ્રોનનાં ઉપયોગ થકી પાક પર દવાઓનો છંટકાવ કરી સફળ ખેતી કરી શકશે. 🛬 સામાન્ય રીતે ખેડૂતો ખેતરના ઉભા પાકમાં સ્પ્રેથી દવાઓનો છંટકાવ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર ઝેરી દવા ચઢી જતા ખેડુતોની તબિયત લથડતા તેઓનાં મોત થવાનાં કિસ્સાઓ પણ બને છે. તેમજ દવાઓનાં છંટકાવમાં સમય અને શક્તિનો પણ વ્યય થતો હોય છે.ડ્રોનથી દવાઓનો છંટકાવ સરળ અને ઝડપી અને ચોક્કસ બને છે. જેનાં કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે. 🛬 હાઇપરસ્પેક્ટ્રલ, મલ્ટીસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સર્સ ધરાવતા ડ્રોન એ ઓળખી શકે છે કે ક્ષેત્રના કયા ભાગો સૂકા છે અથવા તેમાં સિચાઈની જરૂર છે. વધુમાં જેમ પાક વધતો જાય છે ત્યાર બાદ ડ્રોનની મદદથી વેજિટેશન ઈન્ડેક્સની ગણતરી કરી શકીએ છે. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
44
12