AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ખારી જમીનમાં પણ લઇ શકાશે પાક, ખાસ ફોર્મ્યુલા ની થઈ શોધ !
સ્માર્ટ ખેતી"GSTV
હવે ખારી જમીનમાં પણ લઇ શકાશે પાક, ખાસ ફોર્મ્યુલા ની થઈ શોધ !
👉 ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીના કારણે બરબાદ થઇ ચૂકેલી અને જેમાં કોઇપણ જાતના પાક ઉગાડી શકતા નથી તેવી ખારી જમીનને નવસાધ્ય કરવા માટે સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા બાયો ફોર્મ્યુલેશન (હોલો મિક્સ) પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિના કારણે ગુજરાતની 13 લાખ હેક્ટર સહિત દેશની 70 લાખ હેક્ટર જમીનમાં કૃષિનાપાક લઇ શકાશે. 👉 લખનૌમાં છેલ્લા છ વર્ષથી ખારી જમીનને સુધારવાના પ્રયાસ ચાલતા હતા જેને હવે સફળતા મળી છે. આ ફોર્મ્યુલાના આધારે ગુજરાતમાં જે ખારી જમીન પર કોઇપણ પાક લઇ શકાતો નથી ત્યાં હવે તમામ પાક લઇ શકાશે. 👉 માટીના ઉપયોગી જીવાણુંથી ભરેલી માત્ર 100 મિલી લીટરની નાની બોટલ એક એકર જમીનને નવસાધ્ય કરવા માટે પુરતી છે. વ્યવસાયિક ઉત્પાદન માટે આ ફોર્મ્યુલાને હૈદરાબાદ સ્થિત એક કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી છે. સોલ્ટ ટોલરન્ટ બેક્ટેરિયા આધારિત આ ફોર્મ્યુલાની ખોજ કરનારા વૈજ્ઞાનિકોની ટીમના સભ્ય ડો. સંજય અરોરા કહે છે કે જમીનના ક્ષાર પાકને મૂળમાંથી સૂકવી નાંખે છે ત્યારે આ ફોર્મ્યુલા ક્ષારને પાક સુધી પહોંચવા દેતા નથી. 👉 ગુજરાતના અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ક્ષારયુક્ત જમીન આવેલી છે. રાજ્યની ક્ષારયુક્ત જમીનમાં જો ખેતી કરવામાં આવે તો ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાની ઉપજ મળી શકે તેમ છે. 👉 અત્યારે ખેતીવાડી ખાતાની ભલામણ પ્રમાણે ક્ષારયુક્ત જમીન જીપ્સમ (ચિરોડી) અને ઓર્ગેનિક સુધારાથી નવસાધ્ય કરવામાં આવે છે પરંતુ હવે આ નવી ફોર્મ્યુલાનો અમલ શરૂ કરવાથી ગુજરાતની 13 લાખ હેક્ટર જમીનને નવસાધ્ય કરી ઇચ્છિત પાક લઇ શકાશે. જો કે આ જમીનમાં ખારાશ સહન કરનારા બેક્ટેરિયા હોવાથી ખેડૂતોએ સજીવ ખેતી કરવી પડશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
3