AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની ત્રેવડી આગાહી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
હવામાન ની ત્રેવડી આગાહી!
🌦️રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. માવઠા બાદ હવે પારો બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પારો 40 ડિગ્રીને પાર નોંધાઇ રહ્યો છે. આવામાં હવામાન વિભાગે ત્રણ મોટી આગાહી કરી છે. હીટવેવ, વાવાઝોડું અને વરસાદ એમ ત્રેવડી આગાહી સામે આવી છે. બીજી બાજુ, ચાર દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. 🌦️ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદવાસીઓને 4 દિવસ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી છે. 4 દિવસ સુધી ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી છે. 🌦️આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, વલસાડ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી છે. 22 અને 23મીએ એમ બે દિવસ ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે. બે દિવસ અમરેલી શહેરમાં પણ હીટવેવની આગાહી છે. 🌦️હીટવેવની આગાહીને પગલે હવામાન વિભાગે સૂચન કર્યું છે. આગ ઓકતી ગરમીમાં સાવચેત રહેવા સૂચન કર્યું છે. ગઈકાલે પણ મોટાભાગના શહેરોમાં પારો 44 ડિગ્રીને વટાવી ગયો. 🌦️આ તરફ વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે. બંગાળીના ખાડીમાં લો-પ્રેશર સર્જાઈ શકે છે. 22 મેએ બંગાળીની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને 24 મેએ ડિપ્રેશનમાં લો-પ્રેશર ફેરવાશે. જો વાવાઝોડું શક્તિશાળી બને અને આગળ વધે તો ગુજરાતમાં 27મીએ મેના આસપાસ વરસાદની શક્યતા છે. 🌦️આ તરફ દેશમાં ચોમાસાની દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખેડૂતો માટે ખુશખબર છે. આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત થઈ ચુકી છે. આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. આમ આંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલું આગમન થયું છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
55
0
અન્ય લેખો