AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
૬૯ હજાર સુધી મળશે પગાર, જાણો કઈ રીતે કરશો એપ્લાય !!
નોકરી અને શિક્ષણએગ્રોસ્ટાર
૬૯ હજાર સુધી મળશે પગાર, જાણો કઈ રીતે કરશો એપ્લાય !!
🥇રેલ્વે રિક્રુટમેન્ટ સેલ , વેસ્ટર્ન રેલ્વે તેની અધિકૃત વેબસાઇટ પર વિવિધ સ્પોર્ટ્સ ક્વોટા પોસ્ટ્સની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. લિંક ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ એક્ટિવ થશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો ૦૪ ઓક્ટોબર ૨૦૨૨ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. 👉કોણ કરી શકે છે અરજી? કુસ્તી, પાવરલિફ્ટિંગ, શૂટિંગ, કબડ્ડી, જિમ્નેસ્ટિક્સ, ક્રિકેટ, બોલ બેડમિન્ટન અને હોકી માટે ખાલી જગ્યાઓ છે. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ અથવા ૧૨ પાસ બંને ઉમેદવારો રેલ્વે ભરતી ૨૦૨૨ માટે અરજી કરી શકે છે. આવા ઉમેદવારોની પાસે ઉક્ત ક્ષેત્રમાં રમતગમતની ઉપલબ્ધિ હોવી જોઈએ. વય મર્યાદા વિશે વાત કરીએ તો આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ જ્યારે મહત્તમ વય મર્યાદા ૨૫ વર્ષ છે. 👉કઈ રીતે કરશો અરજી? ઉમેદવારો RRC ની ઓફિશ્યલ વેબસાઇટ https://www.rrcwr.com દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન સમયે ઉમેદવારો પાસે આધાર કાર્ડ હોવું જોઈએ. ઉમેદવારોએ ૧૨ અંકનો આધાર નંબર ભરવાનો રહેશે. 👉જે ઉમેદવારો પાસે આધાર નંબર નથી અને જેમણે આધાર માટે નોંધણી કરી છે પરંતુ આધાર કાર્ડ બનાવ્યું નથી તેઓ આધાર એનરોલમેન્ટ સ્લિપ પર આપવામાં આવેલ આધાર નોંધણી ID દાખલ કરી શકે છે. 👉કેટલી ભરવાની રહેશે ફી? અરજી ફી વિશે વાત કરીએ તો, SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/મહિલાઓ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ૨૫૦ રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે અન્ય કોઈપણ વર્ગના ઉમેદવારોએ ૫૦૦ રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. 👉રેલ્વેમાં ભરતી રમતની સિદ્ધિઓ, કસોટી અને શૈક્ષણિક લાયકાતના મૂલ્યાંકન પર આધારિત હશે. ટ્રાયલમાં યોગ્ય જણાશે તેવા ઉમેદવારોને જ આગળના રાઉન્ડ માટે ધ્યાનમાં લેવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
2