AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હંમેશા માંગમાં રહેતી આ ફૂલની ખેતી, મળે છે હજારોની કમાણી !
ફૂલ-પાકોTV 9 ગુજરાતી
હંમેશા માંગમાં રહેતી આ ફૂલની ખેતી, મળે છે હજારોની કમાણી !
🌼 આ ખેતી ખૂબ જ મોંઘી છે. એક એકરના પ્લાન્ટેશન કરવામાં લગભગ લાખો રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. આમ તો આ ફુલ ઠંડા વિસ્તારોમાંથી આવે છે. પીક સીઝનમાં તેની કિંમત 500 રૂપિયા ડર્ઝન (12 ફૂલ) સુધી હોય છે. 🌼 આ ફૂલ લગ્ન પ્રસંગ અને તહેવારોની સીઝનમાં આખા દેશમાં સૌથી વધુ ડિમાન્ડમાં હોય છે. જય કુશવાહા પ્રગતિશીલ ખેડૂત લગભગ 22 એકરમાં ફૂલોની ખેતી કરે છે. જેમાં 1.5 એકરમાં હવે ઓર્કિેડ ફૂલની ખેતી કરે છે. 🌼 શું તમે જાણો છો કે આ ફૂલ નારિયલની જટાઓમાં જ ઉત્પન્ન થાય છે. તેના માટે પહેલા જમીન તૈયાર કરવી પડે છે. સૌથી પહેલા નારિયલની જટાઓને પાણીમાં પલાળી છોડી દેવાના અને અનેક મહીનાની પ્રક્રિયા બાદ આ જટાઓ નરમ થઈ જાય છે. અને તેમાં ઘણા પ્રકારના ફર્ટિલાઈઝર નાખીને તેને માટી જેવું કરવામાં આવે છે. ત્યાર બાદ આ જટાઓમાં ક્રોપ લગાડવામાં આવે છે. આ સંપૂર્ણ સિસ્ટમને તૈયાર થવામાં 1.5 થી 2 વર્ષ સુધીનો સમય લાગે છે. ફૂલ આવતા આવતા 2 થી 2.5 વર્ષનો સમય લાગે છે. 🌼 આ ખેતી સામાન્ય રીતે મોંઘી છે. આમ તો આ ફુલ ઠંડા વિસ્તારોમાંથી આવે છે. હાલ 300 રૂપિયા ડર્ઝનના ભાવે આ ફૂલ વેચાય રહ્યા છે.ઓર્કિેટ ફૂલ અમૂમન ડેકોરેશનમા કામ આવે છે. આ ફૂલ બ્લૂ અને સફેદ કલરના હોય છે. 🌼 જરવેરા લાલ મોરંગમાં પેદા થાય છે. જેના માટે છાણીયું ખાતર અને ચોખાનો ભૂસો જરૂરી છે. ફોર્મલીન ટ્રીટમેન્ટ બાદ તેના ફૂલ આવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
5