AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોલાર પંપ લગાવવા માટે સરકાર આપશે સહાય!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સોલાર પંપ લગાવવા માટે સરકાર આપશે સહાય!
☀️પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 થી દેશના ખેડૂતો પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે. જાહેર કરાયેલી કુસુમ યોજના 2024 પણ મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી શકે છે. ☀️સોલાર પંપ યોજના માં અમે આજે પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 ના જરૂરી ડોક્યુમેન્ટ, કોણ લાભ લઈ શકે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો. તમને પુરી માહિતી આપવામાં આવશે. ☀️પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 લાભ અને ફાયદા શું છે? 👉કુસુમ સોલાર યોજના 2024 લાભ દેશના તમામ પાત્ર ખેડૂતોને આપવામાં આવશે. 👉કુસુમ સોલાર યોજના 2024 ખેડૂતોને સોલાર સિંચાઈ પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. 👉પીએમ કુસુમ યોજના 2024 હેઠળ, કેન્દ્ર સરકાર ખેડૂતોને 30% સબસિડી આપવામાં આવે છે, 30% સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે 👉પીએમ કુસુમ યોજના 2024 ગુજરાત 30% સરળતાથી લોન તરીકે લેવામાં આવે છે અને બાકીની 10% રકમ ખેડૂત દ્વારા આપવામાં આવે છે. 👉પીએમ કુસુમ યોજના 2024 મોટો ફાયદો કે દેશના ખેડૂતોને ખેતરોની સિંચાઈ માટે વીજળીના અભાવની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ☀️આ યોજના માટે અરજી કરવા માટે ની લાયકાત 👉તમામ અરજદારો ખેડૂતો અને ભારતના વતની હોવા જોઈએ 👉ખેડૂતની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ, 👉આ યોજના હેઠળ ખેડૂત પાસે ખેતીલાયક જમીન હોવી આવશ્યક છે, 👉આધાર કાર્ડને ખેડૂત બેંક સાથે લિંક કરવું જોઈએ, 👉અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર ખેડૂતના આધાર કાર્ડ વગેરે સાથે લિંક હોવો જોઈએ. ☀️યોજના હેઠળ નોંધણી કરવા માટે ના દસ્તાવેજો 👉અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ, 👉પાન કાર્ડ, 👉બેંક ખાતાની પાસબુક, 👉છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ , 👉રેશન કાર્ડ (જો ઉપલબ્ધ હોય તો), 👉મોબાઈલ નંબર અને 👉પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે. ☀️પીએમ કુસુમ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે,સૌ પ્રથમ તમારે https://pmkusum.mnre.gov.in/ સત્તાવાર વેબસાઈટના મુખ્ય પેજની મુલાકાત લેવી પડશે 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
29
2
અન્ય લેખો