AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોઇલ ટેસ્ટીંગ સેન્ટર માટે મળશે સબસીડી!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સોઇલ ટેસ્ટીંગ સેન્ટર માટે મળશે સબસીડી!
💱કેન્દ્ર સરકાર ગામે ગામ માટી પરીક્ષણ કેન્દ્ર ખોલવા માટે પ્રોત્સાહન આપી રહી છે. જેના માટે સરકાર સબસિડી પણ આપી રહી છે. આવી સ્થિતિમાં તમારા પાસે આ ધંધો ખોલવાની તક છે. બીજી વાત ગામડાઓમાં રહેતા ભણેલા-ગણેલા યુવાનો માટે આ ધંધો તેમને પોતાના ઘરથી દૂર બીજા શહેર નથી જવાની તક આપે છે, સાથે જ તેથી તમે તમારી નોકરી કરતાં પણ વધુ કમાણી કરી શકો છો. તો પછી રાહ કઈ વાતની જોવો છો કરી નાખો પોતાના વેપારનો શ્રી ગણેશ અને ખોલી નાખો ગામમાં માટી પરીક્ષણ કેન્દ્ર. જેથી તમને મોટી કમાણી તો થશે જ સાથે ગામના ખેડૂતોને પણ પોતાની જમીનની ફળદ્રુપતા જાણવા માટે કૃષિ વૈજ્ઞાનિકો પાસે ધડી-ઘડી જવાની ફર્જ પણ નહીં પડે. બે પ્રકારના માટી પરીક્ષણ કેન્દ્રો 💱માહિતી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે માટી પરીક્ષણ કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે સોઈલ હેલ્થ કાર્ડ નામની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, સરકાર પંચાયત સ્તરે નાના માટી પરીક્ષણ કેન્દ્રો ખોલવામાં મદદ કરે છે. આ લેબમાં પંચાયત અને આસપાસના ગામોના ખેતરોની માટીનું પરીક્ષણ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીં બે પ્રકારના માટી પરીક્ષણ કેન્દ્રો છે. પ્રથમ સ્થિર માટી પરીક્ષણ પ્રયોગશાળા. એટલે કે તમે દુકાન ભાડે રાખીને માટી પરીક્ષણ કેન્દ્ર શરૂ કરી શકો છો. જ્યારે, બીજી મોબાઈલ સોઈલ ટેસ્ટીંગ લેબોરેટરી, આ અંતર્ગત તમારે એક વાહન ખરીદવું પડશે, જેમાં માટી પરીક્ષણ કેન્દ્રના તમામ સાધનો તમારે રાખવું પડશે. સોઇલ હેલ્થ સેન્ટર ખોલવા માટે મહત્વપૂર્ણ પરિબળો 💱જો તમે પણ ગામમાં માટી પરીક્ષણ કેન્દ્ર ખોલવા માંગતા હો, તો તમારી ઉંમર સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત, લાભાર્થીઓ માટે 10મું પાસ પણ ફરજિયાત છે. આ સિવાય લાભાર્થીને એગ્રી ક્લિનિક અને ખેતી વિશે સારી માહિતી હોવી જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે લાભાર્થી ખેડૂત પરિવારમાંથી હોવો જોઈએ. યોજનાનો લાભ લેવા માટે અહીં સંપર્ક કરો 💱જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ અને મીની માટી પરીક્ષણ કેન્દ્ર ખોલવા માંગતા હો, તો આ માટે તમારે તમારા જિલ્લા કૃષિ કાર્યાલયમાં જવું પડશે અને નાયબ નિયામક અથવા સંયુક્ત નિયામકને મળવું પડશે. જો તમે ઇચ્છો તો, તમે માટી પરીક્ષણ કેન્દ્ર ખોલવા માટે agricoop.nic.in વેબસાઇટ અને soilhealth.dac.gov.in પર સત્તાવાળાઓનો સંપર્ક પણ કરી શકો છો.વધુ માહિતી માટે તમે કિસાન કોલ સેન્ટર (1800-180-1551) પર પણ કૉલ કરી શકો છો. 💱પ્રથમ કૃષિ અધિકારી તમને ભરવા માટે એક ફોર્મ આપશે. તમારે ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડવા પડશે અને તેને કૃષિ વિભાગમાં સબમિટ કરવા પડશે. સરકાર આપશે 75 ટકા સબસિડી 💱જો તમે પંચાયત સ્તરનું માટી પરીક્ષણ કેન્દ્ર ખોલવા માંગો છો તો તમારે 5 લાખ રૂપિયાની જરૂર પડશે. પરંતુ જો તમે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ હેઠળ માટી પરીક્ષણ કેન્દ્ર ખોલો છો, તો સરકાર 75 ટકા સબસિડી આપશે. એટલે કે તમને સરકાર તરફથી ગ્રાન્ટ તરીકે 3.75 લાખ રૂપિયા મળશે. તમારે તમારા ખિસ્સામાંથી માત્ર 1.25 લાખ રૂપિયા જ ખર્ચવા પડશે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
0
અન્ય લેખો