AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સેન્સર આધારિત ઓટોમેટીક ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ !
સ્માર્ટ ખેતીAgrostar
સેન્સર આધારિત ઓટોમેટીક ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ !
👉 આ એક તદ્દન નવી સિંચાઈ પ્રણાલી છે, જેમાં સેન્સરની મદદથી માટીમાં ઉપલબ્ધ ભેજના પ્રમાણ અંગે માહિતી આપે છે. આ સાથે છોડના મૂળ પાસે પાણીને ડ્રિપ સિંચાઈની મદદથી આપવામાં આવે છે. સેન્સર આધારિત સ્વચાલિત ડ્રિપ સિંચાઈ પ્રણાલી 👉 સેન્સર આધારિત ઓટોમેટિક ડ્રિપ ઈરિગેશન સિસ્ટમમાં મુખ્યત્વે પરંપરાગત ડ્રિપ સિંચાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો સાથે એક સિંચાઈ કન્ટ્રોલ, મોટર રિલે, સોલેનોઈડ વાલ્વ અને માટીમાં ભેજના સેન્સરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પાક ઉત્પાદનનમાં ભેજ સેન્સરને ખેતરમાં છોડના મૂળ પાસે માટીમાં દબાવી દે છે. ખેતરમાં જતી પાઈપ વચ્ચે સોલેનોઈડ લાવ્લને લગાવવામાં આવે છે,જે કન્ટ્રોલર દ્વારા આપવામાં આવતા સંકેતના આધારે ખુલે છે અને બંધ થાય છે. આ પાક મરચા, કપાસ, કંદમૂળ, ભીંડા અથવા બાગાયતી પાક હોઈ શકે છે. જેમાં ડ્રિપ ઈરિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. સોઈલ મોઈસ્ચર સેન્સર સિસ્ટમ 👉 માટી ભેજ સેન્સર આધારિત ડ્રિપ સિસ્ટમમાં સેન્સર 1 કલાકના સમયાંતર બાદ સંકેતના માધ્યમથી સર્વરને માટીમાં ઉપલબ્ધ ભેજના પ્રમાણનો ડેટા સંચારિત કરે છે. પાક માટે કન્ટ્રોલરના ડેટાબેઝમાં ભેજનું પ્રમાણ ફિક્સ કરી દે છે. આ ભેજના પ્રમાણથી ઓછા પ્રમાણમાં ભેજ હોવાના સંજોગોમાં સિસ્ટમ ઓટોમેટીક શરૂઆત થઈ જાય છે. સેન્સરથી પ્રાપ્ત ભેજ સંકેતોની તુલના અત્યાર સુધી કરવામાં આવશે કે જ્યાં સુધી સેન્સરથી પ્રાપ્ત ભેજનું પ્રમાણ ડેટાબેઝમાં અગાઉથી નિર્ધારિત ભેજના પ્રમાણ સાથે સમકક્ષ હોતું નથી, જો સેન્સરથી પ્રાપ્ત ભેજના પ્રમાણનો ડેટાબેઝ સાથે તાલમેલ થાય છે અથવા થ્રેસહોલ્ડ માની ઉપર છે તો માઈક્રોકન્ટ્રોલ છોડને પાણી આપવાનું બંધ કરી ડેટાબેઝમાં અગાઉથી નક્કી ભેજના પ્રમાણની સમકક્ષ થતી નથી, જો સેન્સરથી પ્રાપ્ત ભેજનું પ્રમાણ ડેટાબેઝ મેળખાય છે અથવા થ્રેસહોલ્ડ માપદંડથી ઉપર હોય છે તો માઈક્રોકન્ટ્રોલ છોડને પાણી આપવાનું બંધ કરવા માટે પંપને બંધ કરી દેશે. આ પર્યાપ્ત માટી ભેજથી છોડના મૂળમાં હંમેશા એક સમાન ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, જેથી છોડના પાંદડા લંબચોરસ થઈ જાય છે અને વધારે ભોજન બનાવી શકે છે. સિસ્ટમથી છોડને ફાયદો આ ટેકનિકનો ઉપયોગ કરી ઉબડ-ખાબડ, સમુદ્રીય તટીય અને બંજર જમીનને પણ ઉપયોગી બની શકે છે. આ પદ્ધતિને અપનાવવાથી જળને 30થી 60 કિમી સુધી બચાવી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી પાકમાં આપવામાં આવતા રસાયણિક ખાતરનું પ્રમાણ 30થી 45 ટકા સુધી ઓછું થાય છે. આ સિંચાઈ પદ્ધતિમાં પાણી મૂળની નજીક જ આપવામાં આવે છે. 👉 સંદર્ભ : Agrostar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
0