AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલ્ફરનું મહત્વ અને કાર્ય
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સલ્ફરનું મહત્વ અને કાર્ય
પાકના વિકાસ માટે સલ્ફર જરૂરી તત્વ છે. પાકમાં તેલ અને ક્લોરોફિલ તૈયાર કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. સલ્ફરનું મહત્વ 1. સલ્ફર વાપરવાથી ઉપજ વધે છે. 2. સલ્ફર વાપરવાથી પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા વધે છે. 3. સલ્ફર નાઇટ્રોજની કાર્યક્ષમતા અને પ્રાપ્યતા વધારે છે. 4. સલ્ફર જમીનના સુધારક તરીકે ઓળખવામાં આવે છે કારણ તે જમીનનો pH ઘટાડે છે. ચૂનાના પથ્થર ધરાવતી ચીકણી જમીનમાં સલ્ફર વાપરવું જરૂરી છે. 5. સલ્ફરનો મહત્વનો ઉપયોગ તેલીબિયાંમાં પ્રોટીન અને તેલના જથ્થાનો વધારો કરવાનું છે.
સલ્ફરનું કાર્ય - 1. સલ્ફર છોડના પાનમાં ક્લોરોફિલ વધારવામાં મદદ કરે છે. જેથી તે પાકમાં ખોરાક બનાવવાના કાર્યને પ્રેરે છે. 2. સલ્ફર કઠોળના પાકના મૂળ પર ગાંઠો વધારવામાં અને બેક્ટેરિયા દ્વારા નાઈટ્રોજનને સ્થિર કરવામાં મદદ કરે છે. 3. જુદા જુદા એન્ઝાઈમના કાર્યમાં અને ચયાપચયના કાર્યમાં મદદ કરે છે. 4. ફળ બનવાની પ્રક્રિયા સમયે સલ્ફર ખૂબ જરૂરી છે. સલ્ફરની ઉણપના કારણે પાકમાં જોવા મળતા લક્ષણો १) સલ્ફરની ઉણપને કારણે પાકના પાન પીળા બને છે. २) ફળ પીળાશ પડતું લીલું જોવા મળે છે. તેમનો વિકાસ ઘટે છે. રંગ બદલાય છે અને અંદરનો માવો ઓછો થાય છે. ३) નવા પાન અને પાનાના સમૂહ પીળા થાય છે. દાંડીઓ પાતળી અને ટુંકી રહે છે. ४) દ્વિદળી પાકોન મૂળ પર નાઇટ્રોજ સ્થિરીકરણ માટે ગાંઠોની સંખ્યા ઓછી જોવા મળે છે. ५) સલ્ફરને ઉણપને કારણે પ્રોટીન અને તેલના જથ્થાનું પ્રમાણ ઘટે છે. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 28 જુન 18
578
0