AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરગવાની ખેતી અપાવે આવક ઘણી !
નઈ ખેતી, નયા કિસાનવ્યાપાર સમાચાર
સરગવાની ખેતી અપાવે આવક ઘણી !
👉 જો તમારી પાસે એક એકર જમીન છે તો તમે નોકરી કર્યા વગર સારી કમાણી કરી શકો છો. તમે સરગવાની ખેતી કરીને વાર્ષિક છ લાખ રૂપિયાની આવક મેળવી શકો છો. સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક કહેવામાં આવે છે. તેનુ વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલીફેરા છે. તેની ખેતી કરવમાં પાણીની વધુ જરૂર નથી પડતી. તેમજ તેની જાળવણી પણ ખૂબજ ઓછી કરવી પડે છે. તજજ્ઞોનુ કહેવુ છે કે સરગવાની ખેતી કરવી ઘણી સરળ છે તેમજ જો તમે તેની મોટા પાયે ખેતી કરવા નથા માગતા તો સામાન્ય પાકની સાથે પણ તેની ખેતી કરી શકો છો. 👉 સરગવાના ઝાડના દરેક ભાગનો ઉપયોગ થાય છે. તેના પાંદડને પણ તમે સલાડની રીતે ખાય શકો છો. તેના પાંદડા, ફળ અને ફૂલમાં ઘણા પોષકતત્વો હોય છે. તેમાં ઔષધિય ગુણ પણ હોય છે.તેના બીજમાંથી તેલ પણ નિકળે છે. સરગવાની ખેતી ગરમ પ્રદેશમાં સરળતાથી થઈ શકે છે. તેને વધુ પાણીની જરૂર નથી પડતી. ઠંડા પ્રદેશમાં સરગવાની ખેતી વધુ નફાકારક સાબિત નથી થતી. પ્રથમ વર્ષને બાદ કરતા વર્ષમાં બે વખત સરગવાનો ફાલ આવે છે. સામાન્ય રીતે એક ઝાડ પર 10 વર્ષ સુધી સારો પાક આવે છે. સરગવાની સારી જાત છે કોયમ્બ્તૂર2, રોહિત-1, પી.કે.એમ. 1 અને પી.કે.એમ. 2 👉 એક એકર જમીન પર 1500 ઝાડ વાવી શકાય. સરગવાનુ ઝાડ સામાન્ય રીતે 12 મહિનામાં ઉત્પાદન આપવાનુ શરૂ કરી દે છે.જો વૃક્ષનો વિકાસ સારી રીતે થાય તો 8 મહિનામાંજ ઝાડ તૈયા થઈ જાય છે. કુલ ઉત્પાદન 3000કિલો સુધી આવે છે. સામાન્ય રીતે સરગવાનો ભાવ પ્રતિ કિલો બજારમાં 40 થી 50 રૂપિયાનો હોય છે. હોલસેલ બજારમાં તેનો પ્રતિ કિલોનો ભાવ રૂ.25 હોય છે. વર્ષમાં 7.5 લાખ રૂપિયાનુ ઉત્પાદન થાય છે. જો તેમાંથી અન્ય ખર્ચ બાદ કરવામાં આવે તો તમને વર્ષે 6 લાખ રૂપિયાનો ફાયદો થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : વ્યાપાર સમાચાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
49
17