AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારનો મોટો નિર્ણય: લાભ પાંચમથી બિન ખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઈન કરાશે
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
સરકારનો મોટો નિર્ણય: લાભ પાંચમથી બિન ખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઈન કરાશે
રાજ્યના તમામ જિલ્લા પંચાયતોમાં બિનખેતી (NA)ની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. અગાઉ મહેસૂલ વિભાગે પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગરની કલેકટર કચેરીમાં NAની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી હતી. અગાઉ બિન ખેતી માટેની પરવાનગી લાંબી અને જટીલ હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઉલ્લેખનિય છે કે, 15મી ઓગસ્ટના દિવસે મુખ્યપ્રધાન દ્વારા બિનખેતી પરવાનગી પ્રક્રિયાને ઓનલાઈન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ 23 ઓગસ્ટથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ઓનલાઈન પ્રક્રિયાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ બંન્ને જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 1000 જેટલી ઓનલાઈન અરજીઓ મળી હતી. ત્યારબાદ આ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં લાગૂં કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
આવી રીતે કરી શકાશે ઓનલાઈન પ્રક્રિયા - આ ONLINE NA પરવાનગી માટે onlinerevenue@gujarat.gov.in પર અરજદારે બિનખેતી અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજદારે માત્ર અરજી અને સોગંધનામુ ONLINE અપલોડ કરવાનું છે. અરજી સાથે કોઇ પુરાવા, 1/12, હક્કપત્રક, ઝોનિંગ, F – ફોર્મ, હુકમો રજુ કરવાના રહેશે નહિ. અરજી ફી (પ્રતિ ચો.મી. 50 પૈસા) ઓનલાઇન પેમેન્ટથી ભરી શકાશે. ખાસ જરૂરીયાતના કિસ્સામાં જ અને તે પણ ઓનલાઇન જ અભિપ્રાય મંગાવવામાં આવશે. કેસની વિગતો માટે IRCMS (ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ) પરથી જ ઓનલાઇન ડેટા મેળવાશે. અરજી સ્વીકાર, અરજી ફી ભર્યા સમયે, મંજુર / નામંજુરના કિસ્સામાં SMS અને E-MAIL થી અરજદારને જાણ થશે. અરજી માત્ર 3 ટેબલ પર જશે. (ONLINE) – ચિટનિશ – અધિક નિવાસી કલેક્ટર – કલેક્ટર જો કોઇ કેસ ન હોય અને ટાઇટલ ક્લિયર હોય તો મહત્તમ 10 દિવસમાં બિનખેતી પરવાનગી મળશે. (ગ્રીન ચેનલ) ખાસ કિસ્સામાં અભિપ્રાય મેળવવાનો થતો હોય તો મહત્તમ 30 દિવસમાં નિર્ણય થશે. (યલો ચેનલ) સરકારી જમીન, સરકારનું હિત સમાયેલું જણાય અને મલ્ટિપલ પ્રોસિડિંગ્સ વાળા કિસ્સામાં કાયદા મુજબ મહત્તમ 90 દિવસમાં નિર્ણય થશે. રૂપાંતર કર, વિશેષધારો, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વગેરે ઓનલાઇન ઇ-પેમેન્ટથી જ ભરી શકાશે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ પેપર, 05 નવેમ્બર 2018
2
0