AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરકારની મદદથી શરૂ કરો આ પોતાનો બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી !
બિઝનેસ ફંડાGSTV
સરકારની મદદથી શરૂ કરો આ પોતાનો બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી !
માત્ર 2 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો. તમે આ બિઝનેસને ઓછામાં ઓછા રોકાણથી શરૂ કરી શકો છો અને તમે દર મહિને લાખોની કમાણી કરી શકો છો. આ બિઝનેસ પાપડ બનાવવાનો બિઝનેસ છે. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એ આ માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેના દ્વારા તમને મુદ્રા યોજના હેઠળ સસ્તા દરે 4 લાખ રૂપિયાની લોન મળશે. 💠 આ બિઝનેસ વિશે બધું જાણો: આ રિપોર્ટ અનુસાર, કુલ 6 લાખ રૂપિયાના રોકાણ સાથે લગભગ 30 હજાર કિલોની ઉત્પાદન ક્ષમતા તૈયાર થશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 6.05 લાખ રૂપિયા ખર્ચવા પડશે. કુલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલના ખર્ચનો સમાવેશ થાય છે. 💠 ફિક્સ્ડ કેપિટલમાં બે મશીનો, પેકેજિંગ મશીન ઇક્વિપમેન્ટ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. વર્કિંગ કેપિટલમાં કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર, ત્રણ મહિનાનો કાચો માલ અને યુટિલિટી પ્રોડક્ટના ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય ભાડું, વીજળી, પાણી, ટેલિફોન બિલ જેવા ખર્ચ પણ આમાં સમાવિષ્ટ છે. 💠 આ મશીનોની જરૂર પડશે: પાપડ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે, તમારે સ્વિફટર, બે મિક્સર, પ્લેટફોર્મ બેલેન્સ, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓવન, માર્બલ ટેબલ ટોપ, પાટલો-વેલણ, એલ્યુમિનિયમના વાસણો અને રેક્સ જેવી મશીનરીની જરૂર પડશે. 💠 250 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે: પાપડ બનાવવાના બિઝનેસ માટે, ઓછામાં ઓછી 250 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂર પડશે. જો તમારી પાસે તમારી પોતાની જગ્યા નથી તો તે ભાડે લઇ શકાય છે. જેના માટે તમારે દર મહિને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા ચૂકવવા પડશે. મેન પાવરને ત્રણ અનસ્ક્લિ્ડ લેબર, બે સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઇઝરની જરૂર પડશે. આ તમામના પગાર પર રૂપિયા 25,000 ખર્ચવામાં આવશે, જે વર્કિંગ કેપિટલમાં ઉમેરવામાં આવ્યા છે. 💠 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે: કુલ 6 લાખ રૂપિયાની મૂડીમાંથી, તમારે તમારી પાસેથી 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. સરકારની મુદ્રા યોજના હેઠળ તમને 4 લાખ રૂપિયાની લોન મળશે. આ માટે, તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ઘણી વિગતો ભરવાની રહેશે. આમાં કોઈ પ્રોસેસિંગ ફી અથવા ગેરંટી ફી ચૂકવવાની રહેશે નહીં. લોનની રકમ 5 વર્ષમાં પરત કરી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
0
અન્ય લેખો