AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં પાયરિલા જીવાતનું કરો નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શેરડીમાં પાયરિલા જીવાતનું કરો નિયંત્રણ
🎋શેરડીના પાકમાં આવતી પાયરીલા જીવાત જે પાકમાં આવતા ઉપજમાં ઘટાડો થાય છે.તો ચાલો જોઈએ તેમની નુકશાની અને નિયંત્રણ વિશે.વધુ માહિતી માટે લેખ વાંચો. 🎋પાયરીલાના નવા જન્મેલા બચ્ચાં પીળાશ પડતા બદામી રંગના અને ૧.૩ મી.મી. જેટલા લાંબા હોય છે. બચ્ચાંના ઉદરપ્રદેશના છેડે બે પીંછા જેવી પૂંછડીઓ હોય છે. પુખ્ત કીટક ઘાસિયા રંગનું ૯ મી.મી. લાંબુ અને આશરે ૨૩ મી.મી. પાંખનો ફેલાવો ધરાવતું હોય છે.તેની બંને પાંખો ઢળેલા છાપરા જેવી હોય છે. માથાના આગળના ભાગે ચાંચ જેવો ભાગ હોય છે.તેના માથા પર બે મોટી કાળી આંખો અને ત્રણ ભાગવાળી શ્રુગીન્કા જોવા મળે છે. 🎋બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરવાથી શેરડીમાં કરચલી પડી જાય છે. ઉપરાંત તેના શરીરમાંથી ચીકણા મધ જેવા પદાર્થના ઝરણને લીધે પાન પર કાળી ફૂગ વિકાસ પામે છે. આ ફૂગના ઉગવાથી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે. જેથી ઉપજ અને ગુણવત્તા માં આર્થિક રીતે નુકસાન થાય છે. 🎋જો તેના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીયે તો પ્રથમ ક્રુઝર (થાયોમીથોક્ઝામ ૨૫% WG) @ ૧૨ ગ્રામ અને જરૂર જણાય તો બીજા છંટકાવમાં મેન્ટો (ઇમિડાક્લોપ્રીડ 70 % WG) @ ૫ ગ્રામ / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જેથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.🎋
7
0
અન્ય લેખો