કૃષિ વાર્તાએગ્રોવન
શેરડીની નવી જાતિ એમએસ 10001
શેરડીની નવી જાતિ, એમએસ 10001 શેરડી અને ખાંડનું વધુ ઉપજ આપે છે, વહેલું પરીપક્વન છે, રોગો અને જીવાતથી ઓછી પ્રભાવિત છે, ક્ષારીય માટીમાં સારી રીતે ઉગે છે, રેટૂનમાં સારી ઉપજ થાય છે અને તેથી તે ખેડૂતો માટે લાભદાયી છે.
ખાંડના કારખાનાને શેરડીના એવા પ્રકારની જરૂરત છે જે વધુ ખાંડ આપ અને પિલાણ માટે વહેલા આવે છે, તે જ સમયે ખેડૂતોને એવી જાતની જરૂર છે જે ઉચ્ચ ઉપજ આપે છે. આ બંને બાબતોનું ધ્યાન રાખતા કેન્દ્રિય શેરડી સંશોધન કેન્દ્ર પાડેગાંવમાં નવી જાત, એમએસ 10001 નું નિર્માણ કર્યુ છે. આ જાતનું પરીક્ષણ વર્ષ 2010 થી પડેગાંવ, કોલ્હાપુર, વસંતદાદા ખાંડ સંસ્થા, મહારાષ્ટ્રમાં પુણે અને પ્રવરનગર ખાતે યોજવામાં આવ્યું છે.
તમામ 33 પરીક્ષણોમાં, આ પ્રકારની ઉપજ CO-M 0265, CO-86032 અને VSI 434 જાતો કરતા અનુક્રમે 2.09,11.31 અને 32.74% વધુ અને ખાંડ ઉપજ અનુક્રમે 9.04,11.31 અને 32.74% વધુ હતી.
• આ જાતો CO-M 0265 (ફૂલે 265) અને MS 0602 સંકરણ દ્વારા વિકસાવવામાં આવે છે. સામાન્ય કૃષિ સંશોધન અને વિકાસની બેઠકમાં મે 2017 માં યોજાયેલી મહારાષ્ટ્રની તમામ ચાર કૃષિ યુનિવર્સિટીઓના પરિષદમાં, આ જાતિને મહારાષ્ટ્રમાં હાલની અને પૂર્વ સીઝનની ખેતી માટે પ્રવર્તિત કરવામાં આવી છે.
• અખિલ ભારતીય સમન્વિત શેરડી સંશોધન યોજનાના રાષ્ટ્રીય સ્તરે તકનીકી સેમિનારમાં 1 લી સપ્ટેમ્બર, 2017 ના રોજ શેરડી સંવર્ધન સંસ્થા કોઇમ્બટૂર ખાતે યોજાયેલી, પ્રારંભિક પાકતી જાતિ, 10001 (10 થી 12 મહિના) દક્ષિણ ભારતના છ ઉષ્ણકટિબંધીય રાજ્યોમાં (ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ) પ્રથમ ક્રમ મેળવ્યો.
જાતિની લાક્ષણિકતાઓ
• વહેલી પરિપક્વ થતી જાતિ (10 થી 12 મહીને)
• પિલાણ માટે યોગ્ય શેરડીના વાંસની સંખ્યા (સરેરાશ 1,00,000 / હેકટર), જાડાઈ (3.5 સે.મી.) છે અને શેરડીના સરેરાશ વજન (1.56 કિગ્રા) છે અને તે CO-86032 કરતાં વધુ છે.
• સરેરાશ શેરડીનું ઉત્પાદન (137.88 ટન / હેકટર) અને ખાંડ ઉપજ (19.87 ટન / હેકટર) મળે છે.
• વર્તમાન ઋતુમાં, હેકટર દીઠ સરેરાશ ઉત્પાદન (135.76 ટન / હેક્ટર) અને ખાંડ ઉપજ (19.75 ટન / હેકટર) છે. પૂર્વ-ઋતુમાં સરેરાશ હેકટર દીઠ ઉત્પાદન (151.36 ટન / હેકટર) અને ખાંડ ઉપજ (22.02 ટન / હેકટર) છે.
• મધ્યમથી ભારે માટી તેમજ ક્ષારીય અને ભેજવાળી જમીનમાં (પીએચ 8.5 થી 9.5) સારો વિકાસ થાય છે. ઉપજ પણ સારી મળે છે.
• આવરણ સરળતાથી દૂર કરવામાં આવે છે, તેથી લણણી માટે સરળ. પાન પર ઓછી ધારીઓ હોય છે.
• પાંદડા લીલાં હોય છે અને આવરણ ખુબ ઓછુ હોય છે. તેથી પાંદડાઓ ઘાસચારા તરીકે વાપરી શકાય છે.
• વર્તમાન અને પૂર્વ-ઋતુ માટે સૂચવેલ છે. રેટૂન ઉપજ પણ સારી છે.
• વ્હીપ અંગારીયો, સુકારો અને રાતડો (ટુકડાનો સડો) જેવા રોગો માટે પ્રતિરોધક.
• વુલી એફીડ (ઊની મધીયા), શેરડી કોરી ખાનારી ઈયળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ વુલી એફીડ (ઊની મધીયા) જેવી જીવાતનો ઓછો હુમલો થાય છે.
• આ જાતિ પાણીના તાણ સામે સહનશીલ છે
• જો લણણી મોડી થઈ હોય તો પણ શેરડી અંદરથી પોકળ નથી થતી. તેથી તેનું વજન અને ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થતો નથી.
ક્ષારીય જમીનમાં ખેતી માટે યોગ્ય.
• ક્ષારીય જમીનમાં અન્ય જાતો કરતાં વધુ સારો વિકાસ થાય છે. તે સારી આવક પણ આપે છે.
• તે પાણીનો તાણ સહન કરી શકે છે, એટલે ઓછું પાણી ધરાવતા વિસ્તારમાં પણ તેનું વાવેતર કરી શકાય છે.
• આ રેટૂનને સારી ફૂટ આવે છે અને સાંઠાની સંખ્યા સારી અન સાંઠાની જાડાઈ સમાન હોય છે. આ જાતિની 3 થી 4 રેટૂન પાક લઈ શકાય છે. તેથી ખર્ચ ઓછો થાય છે
સંદર્ભ- એગ્રોવન 27 સપ્ટેમ્બર 17