AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમારે પણ કાચા નારીયેલ ખરી પડવાનો પ્રશ્ન રહે છે?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શું તમારે પણ કાચા નારીયેલ ખરી પડવાનો પ્રશ્ન રહે છે?
🥥નારીયેળીનું વાવેતર કરતા ખેડૂત મિત્રો નો એક જટિલ પ્રશ્ન એટલે કાચા નારિયેળ ખરી પડવા. આ નારિયેળ ખરી પડવાના પ્રશ્નના કારણે તેમને લાખોનું નુકશાન થાય છે.તો ચાલો જાણીએ તેના નિયંત્રણ અને આના કારણ વિશે. 🥥ફલીનીકરણ થયા પછી જે બટન (કાચા નારિયેલ) ખરી પડે છે (ફલીનીકરણ થયા પછે બે માસે) તેનું કારણ :- -તેમનું ફલીકરણ થયું નથી પણ જો વિકાસ થયા પછી ખરી પડતા હોય તો તેના ઘણા બધા કારણો છે. ભારે કાલી જમીનમાં અવિકસિત બટન ખરી પડવાનો પ્રશ્ન વધારે રહે છે. આશરે ૫૫ થી ૯૫ ટકા જેટલા અવિકસિત બટન ખરી પડતા હોય છે. 🥥કયા કારણો હોઈ શકે?  હવામન, પાણીની અનિયમિતતા, પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા, જમીન વધારે પડતી આમલીય કે ભાસ્મિક, ઝાડની પરિપક્વતા, વારસાગત ગુણધર્મો, પોષકતત્વોની ખામી, અતઃસ્ત્રાવની ખામી, રોગ-જીવાત વગેરે.  કેટલાક રોગકારકો અને જીવાત (પાન કથીરી) પણ જવાબદાર હોય છે. 🥥શું-શું પગલા લેવાં જરૂરી છે?  જમીનાનો પીએચ જાળવી રાખવો માટે જો જમીન એસીડીક હોય તો જમીનમાં ચૂનો ઉમેરવો અને જો ભાશ્મિક હોય તો જીપ્સમ ઉમેરવું.  નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબ ખાતરો આપવા.  નબળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઝાડ વાડીમાંથી દૂર કરી બીજા વાવવા.  સમયસર રોગ-જીવાતના નિયંત્રણના પગલા લેવાં.  જો કથીરીનો પ્રશ્ન હોય તો મૂળ દ્વારા કોઈ પણ ભલામણ કરેલ કથીરીનાશક દવા ચઢાવવી.  પુષ્પવિન્યાસ ખુલ્યા બાદ એક માસ પછી હોર્મોન પ્લેનોફિક્ષ (એન.એન.એ.) ૫ મિલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  જમીન પર પડેલ નારીયેલનાં લીલા પાનાથી મલ્ચીંગ કરવું.  ઉનાળામાં પાણીની ખેંચ ન પડે તે પ્રમાણે પિયત આપતા રહેવું.  ઝાડ દીઠ યુરીયા ખાતર ૧.૩ કી.ગ્રા., ૨.૦ કી.ગ્રા. સિંગલ સુપર ફોસફેટ, ૨.૦ કી.ગ્રા. પોટાશને ૫૦ કી.ગ્રા.છાણીયા ખાતરામાં ભેળવી જમીનમાં આપવું. આ મિશ્રણમાં ૧૫૦ ગ્રામ બોરેક્ષ પાવડર જમીનમાં ખાસ ઉમેરવો. આ માવજત છ-છ મહીને અવશ્ય કરવી.  બોરોનની ઉણપ હોય તો ઝાડ દીઠ ૨૦૦ ગ્રામ બોરેક્ષ વર્ષમાં એક વાર જમીનમાં અપાવું.  મૂળ દ્વારા સારા પ્રવાહી ખાતરો (કોકોનટ ટોનિક ૪૦ મિલી + ૧૬૦ મિલી પાણી) પણ ચઢાવી શકાય.  અપૂરતા ફલીનીકરણથી નારીયેલ ખરી પડતા હોય તો વાડીમાં એકાદ મધમાખીની પેટી મૂકી દેવી.  આનુંવશીક ગુણધર્મોને કારણે જો ખરી પડવાનો પ્રશ્ન હોય તો રોપણી વખતે જ ધ્યાન રાખવું પડે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
4