AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજીના પાકોમાં આવતા પાન કોરિયાનું સંકલિત વ્યવસ્થાપન !
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શાકભાજીના પાકોમાં આવતા પાન કોરિયાનું સંકલિત વ્યવસ્થાપન !
પાનકોરિયુ (લીફ માઇનર) જીવાત ટામેટા ઉપરાંત વેલાવાળા શાકભાજીમાં નુકસાન કરતા હોય છે. પાન ઉપર સર્પાકાર લીટીઓ દેખાય છે. વધુ ઉપદ્રવથી પાન સુકાય જાય છે. સંકલિત વ્યવસ્થાપન:· • શક્ય હોય તો ઉપદ્રવિત પાન તોડી લઇ નાશ કરવા.· • ટામેટીના ધરુવાડિયામાં કાર્બોફ્યુરાન ૩જીદાણાદાર દવા ૩૦ કિ.ગ્રા/હે પ્રમાણે આપવી.· • ઉપદ્રવની શરુઆતે લીમડાના બીજ ના મીંજમાંથી બનાવેલ કસ (૫%) અથવા લીમડા આધારિત દવાઓ ૧૦ મિલિ(૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી)પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.· • ટામેટીના ખેતરમાં પિજર પાક તરીકે હજારીગોટાના છોડ ખેતરની આજુબાજુ અને અંદર ઉછેરવા અથવા દિવેલા ખેતરની આજુબાજુ ઉછેરવા. • ઉછેરેલ દિવેલાના જૂના પાનો તોડી નાશ કરવા.· • પીળા ચીકણા (યલો સ્ટીકી) ટ્રેપ ખેતરમાં લગાવવા.· • વિષ પ્રલોભિકા નો સમયાંતરે છંટકાવ કરતા રહેવું.· • ઉપદ્રવ વધતો જણાય તો સાયન્ટ્રાનીલીપ્રોલ૧૦.૨૬ ઓડી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
1