AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શરુ થઈ ગયા છે આવાસ યોજના ના ફોર્મ
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
શરુ થઈ ગયા છે આવાસ યોજના ના ફોર્મ
👉નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ(EWS), વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદેશ્ય છે. આ યોજના હેઠળ ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. 👉આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે :- - લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ. - લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ. - અરજદાર વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ. - કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે. - ઘર વહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓનેઆ યોજનાનો લાભ આપવામાં આવશે. 👉યોજના માટે જરૂરી દસ્તાવેજો :- * પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેટ હોવા જોઈએ. અરજદારો દ્વારા આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે. - લાભાર્થીનો તાજેતરનો પાસપોસ સાઈઝનો ફોટો - અરજદારની જાતિનો દાખલો - આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ - સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું% રહેશે. - આવકનો દાખલો - રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.) - કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ. - જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્‍ટ - ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર - મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી - BPL નો દાખલો (હોય તો) - પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો) - જો લાભાર્થી વિધવા હોય તો “વિધવા અંગેનું પ્રમાણપત્ર” - જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી. - બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક 👉આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. 👉લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી :- - સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે. - હવે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે. - જેમાં “Director Developing Castes Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે. - ત્યારબાદ નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરવાનું રહેશે. - જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે. - જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે. - નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે. - Citizen Login માં Pandit Dindayal Awas Yojana Online Apply પર ક્લિક કરવાનું રહેશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
24
12
અન્ય લેખો